web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

વડોદરા: લહેરીપુરા -મંગળ બજાર ના ગેરકાયદે દબાણો ફરીથી “જેસે થે” થતા વિવાદ

0

Updated: Nov 6th, 2023

વડોદરા, તા. 06 નવેમ્બર 2023, સોમવાર

વડોદરા શહેરમાં માથાના દુખાવા સમાન બનેલા મંગળ બજાર -લહેરીપુરાના ગેરકાયદે દબાણો કોઈ પણ રીતે દૂર થઈ શકે એમ નથી જ્યારે બીજી બાજુ હાલમાં દિવાળીના તહેવારો હોવાથી તંત્ર સહિત ગેરકાયદે દબાણ કરતાં દ્વારા રોડ રસ્તા ખુલ્લા રાખીને વેપાર ધંધો કરવા વચલો માર્ગ અપનાવ્યો છે જેથી કરીને મંગળ બજારના ગેરકાયદે દબાણ કરીને વેપાર ધંધો કરનારામાં ખુશી છવાઈ છે. હાલમાં દિવાળી નવા વર્ષના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી ગેરકાયદે લારી ગલ્લા પથારાવાળાઓ કોઈપણ જાતની ચિંતા વગર વેપાર ધંધો કરી શકશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળ બજાર લહેરીપુરા વિસ્તારમાં ગેરકાયદે લારી ગલ્લા પથારાવાળાઓના દબાણો માથાના દુખાવા સમાન છે આ દબાણોને કોઈપણ રીતે આ જગ્યાએથી ખસી શકે એમ નથી.  જેમાં મોટું રાજકારણ અને હપ્તાખોરી ચાલતી હોવાની શક્યતા નકારી શકાતી નથી. 

આ લારી ગલ્લા પથારાવાળાના ગેરકાયદે દબાણોના કારણે રાહદારીઓને ચાલવાની પણ જગ્યા રહેતી નથી.  ત્યારે પછી વાહન ચલાવવાની તો વાત બાજુ પર રહી. આ અંગે પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદે દબાણો હટાવવામાં આવે છે. પરંતુ ટીમ આવે તેની જાણ થતા જ દબાણ કરનારાઓ પોતપોતાનો ધંધો સમેટી લેતા હોય છે. પરંતુ દબાણ શાખા ની ટીમ જતા જ પાછો વેપાર ધંધો શરૂ કરી દેતા હોય છે. આવી જ રીતે વિસ્તારમાં આવેલી દુકાનોના લટકણીયા પણ બંને બાજુએ લટકતા રાહદારીઓના માથા પર ભટકાતા હોય છે. જેથી આ વિસ્તારમાં ચાલવાની કોઈ જગ્યા બાકી રહેતી નથી ધક્કા મૂકકી કરીને આ વિસ્તારમાંથી પસાર થવું પડે છે.

થોડા દિવસ અગાઉ આ વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની ટીમ સતત બે થી ત્રણ દિવસ સુધી ત્રાટકી હતી અને વારંવાર દબાણો દૂર કરતી હતી. ઉપરાંત દબાણ શાખાની ટીમે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું.

પરંતુ હાલમાં દિવાળી નવા વર્ષના તહેવારો હોવાથી કોઈના તહેવારો બગડે નહિ એવા ઈરાદે પાલિકા તંત્રની ટીમે વચલો રસ્તો શોધી કાઢ્યો હતો અને તમામ દબાણ કરનારાઓને રાહદારીઓ સહિત વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે એવી રીતે વેપાર ધંધો કરવા દિવાળી નવા વર્ષ પૂર્વેના દિવસોમાં વેપાર ધંધો  કરી શકશે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW