web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

વડોદરા કોર્પોરેશને કોઈ સુધારાત્મક કામગીરી કરી નથી છતાં મહી નદીના પાણીની ગુણવત્તા કેવી રીતે સુધરી?

0

Updated: Nov 6th, 2023

– દૂષિત પાણીના ટેસ્ટ રિપોર્ટમાં ભૌતિક રસાયણના પરિણામો બરાબર જણાયા

– વનસ્પતિના કારણે પાણી કલર વાળું આવતું હોવાની શંકા

– કેન્દ્ર સરકારની એજન્સી મહી નદીના પાણી ના સેમ્પલ લઇ ચકાસણી કરે તેવી માંગણી

વડોદરા, તા. 06 નવેમ્બર 2023, સોમવાર

વડોદરાને  આજવા, ખાનપુર, મહીસાગર વિગેરે સ્રોતમાંથી પાણી આપવામાં આવે છે. આ પૈકી મહીસાગરમાં બનાવેલા રાયકા, દોડકા, ફાજલપુર અને પોઇચા માંથી દરરોજનું 250થી 300 એમ.એલ.ડી. પાણી શહેરના ઉત્તર અને પૂર્વ ઝોનના વિસ્તારોમાં  લગભગ 6 થી 7 લાખ લોકો ને આપવામાં આવી રહ્યું છે. છેલ્લા ધણા દિવસથી આ પાણી પીળુ-લીલું, દુષિત  આપવામાં આવે છે.જીપીસીબી દ્રારા પાણીના સેમ્પલ ટેસ્ટીંગ માટે લેવામાં આવ્યા છે.જીપીસીબીના રીજનલ ઓફિસર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, પાણીના ભૌતિક રસાયણના પરીણામો  બરાબર છે અને કદાચ વનસ્પતી ના કારણે પાણી કલરવાળુ આવતુ હશે. તા ૬ના રોજ  વિગતવાર રીપોર્ટ આવવાનો છે. કોર્પોરેશનના પાણી પુરવઠા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, પાણીની કવોલીટી અને કલરમાં સુધારો થયો છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે મહાનગરપાલિકા દ્વારા કોઇ પણ પાણી સુધારા માટેના પગલા લીધા સિવાય પાણીની ગુણવત્તા અને કલરમાં કેવી રીતે સુધારો આવ્યો? તેમણે શંકા વ્યક્ત કરી હતી  નદી ના દૂષિત પાણી અંગે ઉહાપોહ થતા નદીમાં દૂષિત પાણી છોડવાનું બંધ કરાયું છે જેને કારણે પાણીની ગુણવત્તામાં સુધારો થયો છે. જોકે એ હકીકત છે કે મહીસાગરનું પાણી દુષિત થઇ રહ્યુ છે અને ફ્રેન્ચ વેલમાં પણ દુષિત પાણી આવશે જે લોકોના આરોગ્ય સાથે ચેડા થશે. એક અભ્યાસ મુજબ પાદરા ક્ષેત્રના કેટલાક ગામોમાં ચામડીના કેન્સર અને ચામડીના રોગો આ દુષિત પાણીના લીધે થવા લાગ્યા છે.  સાવલી બાજુના ઉધોગો રીવર્સ બોરીંગ કરીને પાણી જમીનમાં છોડી રહ્યા છે અને તેની સીધી અસર ફ્રેન્ચવેલ ઉપર આવી રહી છે

ઉપરવાસના કડાણા ડેમ માંથી મહીસાગર નદીમાં પાણી છોડવું જોઇએ જેનાથી પાણીની ગુણવત્તામાં સુધારો આવી શકે, કેન્દ્ર સરકારની એજન્સી મારફતે આ નદીનું પાણી લઇને વિવિધ પેરામીટર બાબતે નિષ્પક્ષ તપાસ થવી જોઇએ, તેનો આવેલો રીપોર્ટ જાહેર કરવો જોઇએ . જો કોઇ  મહીસાગર નદીમાં દૂષિત છોડતા હોય અને તપાસ  રીપોર્ટ  ખોટો અપાતો હોય તો  કડક પગલા લેવા માગણી કરી હતી.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW