ફ્રિજમાં રાખવા છતાં બગડી જાય છે લીંબુ? અપનાવો આ ટિપ્સ, 1 મહિના સુધી રહેશે ફ્રેશ

ફ્રિજમાં સ્ટોર કર્યા બાદ પણ લીંબુ ખરાબ થઈ જાય છે. તેમની છાલ ડાર્ક થવા લાગે છે અને તેમાંથી વિચિત્ર સ્મેલ આવે છે. થોડા જ સમયમાં આ લીંબુ બગડી જાય છે અને તે ઉપયોગમાં લેવા લાયક નથી રહેતા. આ સ્થિતીથી બચવા માટે એક મહિલાએ હેક શેર કર્યો છે. તેના દ્વારા તમે લીંબુને એક મહિના સુધી ફ્રેશ રાખી શકો છો. આ હેક ઘણાં લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ ભૂલથી પણ આ વસ્તુ સાથે ન રાખતાં સોનું, નહીંતર કંઈ નહીં આવે હાથમાં
કરવું પડશે આ નાનકડું કામ
આપણે બજારમાંથી લીંબુ લાવીને ફ્રિજમાં રાખીએ છીએ, પરંતુ થોડા જ સમયમાં આ લીંબુઓને સ્કિન બ્રાઉન થઈ જાય છે. તેની સાથે જ તેનો ટેસ્ટ પણ કડવો થઈ જાય છે. મહિલાએ જે હેક જણાવ્યો તેના દ્વારા એક મહિના સુધી લીંબુ લીલા રહેશે. તેના પર ન તો કોઈ કોટિંગ પડશે ન તો તેનો સ્વાદ કડવો થશે. તેના માટે તમારે લીંબુને એક કન્ટેનરમાં નાંખીને પાણીમાં ડુબાવીને રાખવું પડશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Lemon