ફક્ત હિન્દુ જ નહીં, આ ધર્મના લોકો પણ ધામધૂમથી ઉજવે છે દિવાળી

પડોશી દેશ નેપાળમાં, દિવાળીને “તિહાર” અથવા “સ્વન્તિ” તરીકે ઓળખવામાં આવે છે. અહીં પણ પાંચ દિવસ પૂજા કરવામાં આવે છે પરંતુ તેની પદ્ધતિ અલગ છે અને તહેવારના અલગ-અલગ દિવસોના નામ પણ અલગ-અલગ છે. પહેલા દિવસે કાગડાને પરમાત્માના દૂત માનીને પ્રસાદ ચઢાવવામાં આવે છે. બીજા દિવસે ‘કુકુર તિહાર’ હોય છે, જે કૂતરાઓની સાર-સંભાળ માટે હોય છે. જોકે, ત્રીજા દિવસકે લક્ષ્મી પૂજા હોય છે, જેની પૂજા વિધિ હિન્દુઓની જેમ છે. ચોથા દિવસે નવું વર્ષ હોય છે, જોકે પાંચમો દિવસ નેપાળમાં ભાઈબીજ હોય છે.