web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

6 પત્નીઓને ખુશ રાખવામાં કંગાળ થઈ ગયો વ્યક્તિ, બનાવ્યો આલિશાન મહેલ અને સોનાનો પલંગ!

0

આજના સમયમાં વ્યક્તિ માત્ર એક લગ્નમાં જ તબાહ થઈ જાય છે. મોંઘવારી એટલી છે કે એક પત્નીના શોખ જ માંડ-માંડ પુરા થઈ શકે છે. એવમાં એ વ્યક્તિ વિશે વિચારો જેને એકસાથે 6 પત્નીઓને ખુશ રાખવી પડે છે. અમે વાત કરી રહ્યા છીએ પૉલીગેમિલસ્ટ આર્થર ઓ ઉર્સોની. આ વ્યક્તિએ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે એક જ મંડપમાં 9 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ, થોડા સમય બાદ 3 પત્નીઓએ તલાક આપી દીધા. જ્યારે આર્થરે પોતાની 6 પત્નીઓને ખુશ રાખવામાં લાગેલો છે કારણકે તેઓ તેને છોડીને ન જતી રહે.

આર્થરને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. તેણે એકવાર એક સાથે 9 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ હવે તેની માત્ર 6 પત્નીઓ રહી ગઈ છે. ત્રણ વર્ષથી તેના છૂટાછેડા થયા છે. આર્થરે તેની છ પત્નીઓ માટે લવ મેન્શન બનાવ્યું છે. તેમાં લગભગ 20 રૂમ છે. ત્યાં એક વિશાળ પલંગ છે જે સોનાનો બનેલો છે. બ્રાઝિલના આ પતિને ડર છે કે જો તે તેની પત્નીઓને આવી લક્ઝરી લાઈફ નહીં આપે તો તેઓ પણ તેને છોડી દેશે.

આ પણ વાંચોઃ ભયાનક એનાકોન્ડાની ઉપર ચઢીને ચાલવા લાગ્યું આ આળસું જાનવર, બહાદુરી જોઈને ચોંકી ગયા લોકો

આવો છે આ આલિશાન મહેલ

આર્થરના આ મહેલનું નામ Mansao do Amor Livre છે. મતલબ મફતના પ્રેમનો બંગલો. આઠસો ચોરસ ફૂટમાં બનેલી આ હવેલીમાં અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. તેમાં લગાવવામાં આવેલ બેડ આર્થરે ખાસ ઓર્ડર પર બનાવ્યો છે. તેમાં અડધા કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બેડની પહોળાઈ 6 મીટર છે અને લંબાઈ પણ લગભગ એટલી જ છે. એટલે કે આ બેડ એટલો મોટો છે કે આર્થર તેની છ પત્નીઓ સાથે તેના પર આરામથી સૂઈ શકે છે.

First published:

Tags: Ajab Gajab, Husband

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW