પાણીનું આવું સ્વરુપ ક્યારેય નહીં જોયું હોય! જોતજોતામાં કાપી નાંખ્યું લોખંડ, બંદૂકની ગોળી જેવું કરે છે કામ

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @spac.exploration પર ઘણીવાર આશ્ચર્યજનક વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં વોટર જેટને બંદૂકની ગોળી જેટલો તીક્ષ્ણ અને શક્તિશાળી બતાવવામાં આવ્યો છે. વીડિયોમાં એક પાતળી પાઈપમાંથી એટલી ઝડપથી પાણી નીકળી રહ્યું છે કે એવું લાગે છે કે જાણે કોઈ પાણીનો પ્રવાહ જમીન પર પડ્યો હોય. પરંતુ જેવી આ ધાર લોખંડ પર પડે છે, તે તીક્ષ્ણ છરીની જેમ તેના બે ટુકડા કરી દે છે.
આ પણ વાંચોઃ શું છે ઇંગિલા-પિંગલાનો અર્થ? 99% લોકો નથી જાણતાં ભજન અને ભક્તિના ગીતોમાં વપરાતા આ શબ્દનો મતલબ
વોટર જેટનો વીડિયો
હવે વિચારો કે જો આ ધાર લોખંડ જેવી ધાતુને કાપતી હોય તો શું માનવી તેની સામે ટકી શકશે? ચાલો તમને જણાવીએ કે આ શું છે. હકીકતમાં આ વોટર જેટનો વીડિયો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે પાણીને 14.5 મિલિયન પીએસઆઈની તાકાતથી બહાર કાઢવામાં આવે છે, તો તે એક ખૂબ જ શક્તિશાળી કટરનું કામ કરે છે જે ધાતુને પણ કાપી દે છે. જોકે, વીડિયોમાં હીરાને પણ કાપવાની વાત કહેવામાં આવી છે અને પ્રેશર ખૂબ જ વધારે જણાવવામાં આવ્યું છે. જેનો સાચો હોવાનો દાવો ન્યૂઝ18 ગુજરાતી નતી કરતું. અમુક વેબસાઈટમાં દાવો કરવામાં આવે છે કે સૌથી વધારે પ્રેશર 55-60 હજાર પીએસઆઈનું જ થાય છે.
આ પણ વાંચોઃ 6 પત્નીઓને ખુશ રાખવામાં કંગાળ થઈ ગયો વ્યક્તિ, બનાવ્યો આલિશાન મહેલ અને સોનાનો પલંગ!
વીડિયો થઈ રહ્યો છે વાયરલ
આ વીડિયોને 97 લાખ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે આ વિજ્ઞાનની શક્તિ છે. એકે કહ્યું કે જો તેનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ પણ વધુ આવશે. ઘણા લોકોએ કહ્યું કે 14.5 મિલિયન પીએસઆઈ ખૂબ જ વધારે પ્રેશર છે અને એટલું ક્યારેય થઈ નહીં શકે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, પાણી