ના હોય! સરકાર માણસ સાથે વૃક્ષોને પણ આપે છે પેન્શન, બસ માનવી પડશે આ નાનકડી શરત

કયાં રાજ્યમાં મળે છે વૃક્ષને પેન્શન?
અત્યાર સુધીમાં તમે સાંભળ્યું હશે કે લોકોને નિવૃત્તિ પેન્શન, વિધવા પેન્શન અથવા વૃદ્ધાવસ્થા પેન્શન મળે છે. પરંતુ હરિયાણા એક એવું રાજ્ય છે જે વૃક્ષોને પણ પેન્શન આપે છે. જો કે, આ વૃક્ષો સામાન્ય વૃક્ષો નથી, પરંતુ ખૂબ જૂના વૃક્ષો છે. જૂના વૃક્ષો એ છે જેમની ઉંમર 75 વર્ષથી વધુ છે. હરિયાણા સરકાર પ્રાણવાયુ દેવતા યોજના હેઠળ આ વૃક્ષોને વાર્ષિક પેન્શન આપે છે.
આ પણ વાંચોઃ પાણીનું આવું સ્વરુપ ક્યારેય નહીં જોયું હોય! જોતજોતામાં કાપી નાંખ્યું લોખંડ, બંદૂકની ગોળી જેવું કરે છે કામ
કેટલા મળે છે પૈસા?
આ યોજનાની જાહેરાત હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે 5 જૂન 2021ના રોજ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યના વૃદ્ધ વૃક્ષોને વાર્ષિક 2500 રૂપિયા પેન્શન આપવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે બાદમાં આ રકમ વધારીને 2750 રૂપિયા કરી દેવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે, તમે ઓનલાઈન નોંધણી પણ કરી શકો છો. આ સાથે, તમે ઑફલાઇન માધ્યમ દ્વારા પણ આ યોજનાનો લાભ મેળવી શકો છો.
આ પણ વાંચોઃ શું છે ઇંગિલા-પિંગલાનો અર્થ? 99% લોકો નથી જાણતાં ભજન અને ભક્તિના ગીતોમાં વપરાતા આ શબ્દનો મતલબ
કેવી રીતે લઈ શકો છો લાભ?
જો તમે હરિયાણામાં રહો છો અને તમારી પાસે એવા વૃક્ષો છે જેની ઉંમર 75 વર્ષથી વધુ છે, તો તમે આ યોજના હેઠળ તમારા વૃક્ષોની નોંધણી કરાવી શકો છો. જો તમારા વૃક્ષો પીપળાના હોય તો સરકાર તેમને વધુ પ્રાધાન્ય આપે છે. હકીકતમાં, પીપળાનું વૃક્ષ હંમેશા ઓક્સિજન છોડે છે, તેથી હિન્દુ ધર્મમાં માનનારા લોકો પણ તેની પૂજા કરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Pension, Tree