web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

10 સેકન્ડ ચેલેન્જ, આ તસવીરને 10 સેકન્ડ સુધી જોતા હાથમાં પડી જશે ખાડો! 99 ટકા લોકોએ અધવચ્ચે જ મુકી દીધું

0

સોશિયલ મીડિયા આજે મોટાભાગના લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ઘણા લોકો તેના પર ખૂબ જ એક્ટિવ છે. પહેલાના સમયમાં લોકો પોતાના પ્રિયજનો સાથે જોડાવા માટે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવતા હતા. તેના પર પોતાના સારા મોમેન્ટ્સ શેર કરતા હતાં. લોકોને જાણવા મળતું હતું કે પોતાનાથી દૂર તેમના સંબંધીઓ કઈ પરિસ્થિતીમાં છે? શું કરી રહ્યા છે અને ક્યારે શું કરે છે? પરંતુ સમયની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગની રીત બદલાઈ રહી છે.

આજે ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરતો હોય. અગાઉ તેની પાસે એક જ પ્લેટફોર્મ હતું. હવે લોકોના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર સહિત ઘણી જગ્યાએ એકાઉન્ટ છે. એકવાર તમે સોશિયલ મીડિયામાં લોગ ઇન કરી લો, પછી તમારા કલાકો મિનિટોમાં પસાર થવામાં વધુ સમય લાગશે નહીં. આજના સમયમાં સોશિયલ મીડિયા પર આવી સામગ્રીનો પૂર છે જે લોકોના મગજની કસરત કરે છે. તેમાં ઓપ્ટિકલ ઇલ્યુઝન પણ ખૂબ જ ફેમસ છે.

આ પણ વાંચોઃ છોકરીએ મજાક-મજાકમાં કરાવ્યો DNA ટેસ્ટ, ખુલ્યું એવું રાઝ કે પગ નીચેથી સરકી ગઈ જમીન!

શું હોય છે ઓપ્ટિકલ ઈલ્યુઝન?

ઓપ્ટિકલ ઇલ્યુઝન એટલે દૃષ્ટિની છેતરપિંડી. તમે સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો જોઈ શકો છો જે પહેલી નજરમાં એક વસ્તુ દેખાય છે અને બીજી નજરમાં અલગ. ઘણા ચિત્રો એવી રીતે બનાવવામાં આવે છે કે તે તમારી આંખોની સાથે સાથે તમારા મનને પણ મૂંઝવે છે. તાજેતરમાં આવી જ એક તસવીર ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીરને 10 સેકન્ડ સુધી જોયા પછી તમને એવું લાગશે કે તમારા હાથમાં ખાડો પડી ગયો છે.

First published:

Tags: Ajab Gajab, General Knowledge, Optical Illusion

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW