ભયાનક એનાકોન્ડાની ઉપર ચઢીને ચાલવા લાગ્યું આ આળસું જાનવર, બહાદુરી જોઈને ચોંકી ગયા લોકો

સાપે સ્લૉથને આપ્યો રસ્તો
આ વીડિયોને એક્સ પર @AMAZlNGNATURE હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો. જેમાં, એક સ્લૉથ અને એનાકોન્ડા જંગલમાં જોવા મળે છે. એનાકોન્ડા જંગલમાં પોતાની રીતે રખડતા જોવા મળે છે, પરંતુ પછી એક સ્લૉથ ત્યાં પહોંચી જાય છે. પહેલી નજરે તો એવું લાગે છે કે જાણે તે પોતાના જ મૃત્યુ તરફ જઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ કેવી રીતે કરવામાં આવે છે સ્નેક બાઈટનો નશો? જાણો શરીર પર તેનો શું પ્રભાવ પડે છે
પરંતુ જેમ જેમ વીડિયો આગળ વધે છે તેમ તેમ આશ્ચર્ય વધતું જાય છે. સ્લૉથ એનાકોન્ડાને તેના ઉપર ચઢીને પાર કરે છે. એવું લાગે છે કે એનાકોન્ડા પણ તેની હિંમત જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને પાછળ હટી જાય છે. સ્લૉથને જોયા પછી સાપને પાછું ફરતો જોઈ શકાય છે, જાણે તેને રસ્તો આપી રહ્યો હોય.
Sloth fearlessly crawls past an anaconda pic.twitter.com/hL9Lvvn36a
— Nature is Amazing (@AMAZlNGNATURE) November 2, 2023
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Snake, Viral videos