web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

છોકરીએ મજાક-મજાકમાં કરાવ્યો DNA ટેસ્ટ, ખુલ્યું એવું રાઝ કે પગ નીચેથી સરકી ગઈ જમીન!

0

DNA ટેસ્ટ દ્વારા પોતાના ખાનદાન વિશે જાણવાનો ટ્રેન્ડ બની ગયો છે. એક છોકરીએ ઘરે મજાકમાં ડીએનએ ટેસ્ટ કરાવ્યો. પછી જે રહસ્ય ખુલી ગયું, તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. એક ભયંકર રહસ્ય સામે આવ્યું, જે તેના માતાપિતા વર્ષોથી છુપાવી રહ્યા હતા. તે બહાર આવ્યું હતું કે તે જે વ્યક્તિને તેના પિતા માનતી હતી તે હકીકતમાં તેના જૈવિક પિતા નથી. તે બીજા માતાપિતાનું સંતાન છે. આ જાણ્યા પછી, તેને આશ્ચર્ય થયું કે તેના માતાપિતાએ તેને આ સત્ય કેમ ના કહ્યું.

મહિલાએ સોશિયલ મીડિયા સાઇટ Reddit પર જણાવ્યું હતું કે તે અને તેની બહેનો તેમના પૂર્વ યુરોપિયન ખાનદાન વિશે વધારે જાણવા માંગતી હતી. તેથી DNA ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે બધા ભાવુક થઈ ગયા હતા. ફેમિલી ટ્રીમાં મારી બહેનો તો એકબીજાની બહેનના રુપે સામે આવી, પરંતુ હું તેમનાથી અલગ હતી. હું તેમની સાવકી બહેન લાગી રહી હતી. શરુઆતમાં તો મને લાગ્યું કે કંઈક ગડબડ છે. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે તે જ હકીકત છે. બાદમાં આ વિશે તેઓએ માતા-પિતા સાથે વાત કરવાનું વિચાર્યું, પણ લાગ્યું કે ક્યાંક ઘરનો માહોલ ખરાબ ન થઈ જાય.

આ પણ વાંચોઃ કુદરતની કરામત! આ ગરોળી પાસે છે હોય છે અનોખી બંદૂક, દુશ્મનોને જોતા જ કરી દે છે વાર

બહેનો વાત કરવા આતુર હતી

મિરરના રિપોર્ટ અનુસાર, મહિલાએ કહ્યું કે, મેં તેના વિશે વધારે વિચાર્યું ન હતું પરંતુ મારી એક બહેન તેના વિશે ખૂબ જ ભાવુક હતી. તે વાત કરવા માંગતી હતી, પણ હું નહોતી ઈચ્છતી કે મારા માતા-પિતા લડે. પરંતુ એક દિવસ તેણે તેના માતા-પિતાને પૂછ્યું. શરૂઆતમાં તેમણે ના પાડી. પિતા ખૂબ જ દુઃખી થઈ ગયા અને તેને ઠપકો આપતાં કહ્યું કે બકવાસ કરવાનું બંધ કરો. મારી મમ્મી ગુસ્સામાં હતી અને મારી બહેનોએ મને તેમણે મારી બહેનોને ઈગ્નોર કરી દીધું.

આ પણ વાંચોઃ કઈ ધાતુથી બને છે ઈન્જે્શનની સોય? 90 ટકા લોકો નથી જાણતા આ સિમ્પલ સવાલનો જવાબ

આખરે પપ્પાએ માની લીધું

પણ આ શાંતિ લાંબો સમય ટકી નહીં. બહેનો વારંવાર તેના વિશે વાત કરવા માંગતી હતી. તે પરિવારના અન્ય સભ્યો સાથે તેની ચર્ચા કરતી હતી અને એક દિવસ આખી દુનિયાને તેની જાણ થઈ ગઈ. આખરે મારા પિતાએ પણ સ્વીકારી લીધું કે હું તેમનું બાળક નથી. પણ તેણે કહ્યું, ભલે અમે તને જન્મ નથી આપ્યો, પણ તું હંમેશા મારા જીવનનો મહત્વનો હિસ્સો રહેશે. મારી બીજી દીકરીઓની જેમ તું પણ મારી દીકરી છે.

First published:

Tags: Ajab Gajab, DNA

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW