web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

કેવી રીતે કરવામાં આવે છે સ્નેક બાઈટનો નશો? જાણો શરીર પર તેનો શું પ્રભાવ પડે છે

0

એલ્વિશ યાદવ જેને લોકો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને બિગબોસ વિનરના નામે જાણે છે તેની સામે નોઈડાના સેક્ટર 49માં એફઆઈઆર નોંધાવવામાં આવી છે. તેના પર આરોપ છે કે તે પાર્ટીઓ અને ક્લબોમાં સ્નેક બાઈટ પ્રોવાઇડ કરાવે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે આખરો લોકો નશા માટે સાપને કેમ કરડાવે છે? સ્નેક બાઈટ બાદ શરીરમાં કેવો બદલાવ થાય છે અને તેનો નશો કેટલા સમય સુધી રહે છે?

કેવો હોય છે સાપનો નશો?

ચંદીગઢના પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચના શોધકર્તાઓએ હાલમાં જ સ્નેક બાઈટ પર અધ્યયન કર્યુ હતું. તેમાં તેઓએ બે લોકો પર નજર રાખી અને જોયું કે સ્નેક બાઈટ લેનારા આ છોકરાઓના શરીર પર શું પ્રભાવ પડે છે.

આ પણ વાંચોઃ 10 સેકન્ડ ચેલેન્જ, આ તસવીરને 10 સેકન્ડ સુધી જોતા હાથમાં પડી જશે ખાડો! 99 ટકા લોકોએ અધવચ્ચે જ મુકી દીધું

ખબર અનુસાર, જ્યારે કોઈ સ્નેક બાઈટનો નશો કરે છે તો સાપ કરડતા જ સૌથી પહેલાં તેને એક ઝટકો લાગે છે. ત્યાર બાદ ધીમે-ધીમે બધું ઝાંખુ દેખાવા લાગે છે. તેનો નશો કરનારા લોકો જણાવે છે કે સ્નેક બાઈટ કર્યા બાદ એક કલાક સુધી તે સંપૂર્ણ રીતે સુન્ન રહે છે. તમને જણાવી દઈએ કે, ઘણીવાર લોકો આ નશાના ચક્કરમાં મોત પણ થઈ જાય છે.

આ પણ વાંચોઃ છોકરીએ મજાક-મજાકમાં કરાવ્યો DNA ટેસ્ટ, ખુલ્યું એવું રાઝ કે પગ નીચેથી સરકી ગઈ જમીન!

કેટલો સમય શરીર પર રહે છે તેનો પ્રભાવ?

ઈન્ટરનેટ પર જ્યારે તેની સાથે જોડાયેલી વાતોની તપાસ કરવામાં આવી તો લખેલું મળ્યું કે તેનો નશો કર્યા બાદ શરીર પર તેનું હેંગઓવર ઓછામાં ઓછા પાંચ દિવસો સુધી રહે છે. પહેલા અને બીજા દિવસે તો નશો ખૂબ જ તેજ હોય છે. આ નશો ખૂબ જ ખતરનાક હોય છે, તે જ કારણ છે કે ભારત સહિત દુનિયાના ઘણાં દેશોમાં આ ગેરકાયદાકીય છે. આજે કોઈ આ નશો કરતા પકડાય તો તેને સજા પણ મળે છે. એલ્વિશ યાદવ પર આરોપ સિદ્ધ થતાં તેને પણ સજા થશે.

First published:

Tags: Ajab Gajab, Snake

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW