web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

કુદરતની કરામત! આ ગરોળી પાસે છે હોય છે અનોખી બંદૂક, દુશ્મનોને જોતા જ કરી દે છે વાર

0

ગોલ્ડન ટેલ્ડ ગેકો એક અનોખું પ્રાણી છે, જે ખૂબ જ અનોખો જીવ છે. જેની પાસે એક સ્પેશ્યલ ડિફેન્સ સિસ્ટમ હોય છે. જોખમ આવતા તે સંભવિત શિકારીઓને રોકવા અને તેનાથી બચવા માટે અજીબોગરીબ રીત અપનાવે છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો. તેની પુંછડીમાં ‘સ્પ્રે ગન’ હોય છે, જેનાથી તે હુમલો કરનાર પર એક એવું લિક્વિડ સ્પ્રે કરે છે, જેના કારણે તે આ જીવની આસપાસ પણ ભટકતું નથી.

આ ગરોળીનો વીડિયો @rawrszn નામના યૂઝરે ‘ઇન્સ્ટાગ્રામ’ પર પોસ્ટ કર્યો છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે ‘ગોલ્ડન-ટેલેડ ગેકોઝ રાતના જીવો છે. તેઓ વાતચીત અને સુરક્ષા બંને માટે તેમની આકર્ષક સોનેરી પૂંછડીઓ પર આધાર રાખે છે.’ વિડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ ગરોળી શિકારીઓને રોકવા માટે તેની પૂંછડીમાંથી પ્રવાહી છાંટે છે.

આ પણ વાંચોઃ કઈ ધાતુથી બને છે ઈન્જે્શનની સોય? 90 ટકા લોકો નથી જાણતા આ સિમ્પલ સવાલનો જવાબ

કેવું હોય છે સ્પ્રે લિક્વિડ?

જોકે, ગોલ્ડન ટેલ્ડ ગેકા દ્વારા સ્પ્રે કરવામાં આવેલું લિક્વિડ પદાર્થ હાનિકારક હોય છે, પરંતુ તે અત્યંત ચિપચિપું અને દુર્ગંધયુક્ત હોય છે, જેની ગંધ મોટાભાગે ગરોળીને તેમની પાસે આવવા નથી દેતા. 3 ઓક્ટોબરે પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધી એક લાખથી વધારે લોકોએ લાઇક કર્યો છે. વીડિયો પર મોટી સંખ્યામાં લોકોએ કોમેન્ટ્સ પણ કરી છે.

આ પણ વાંચોઃ નકલીથી સાવધાન! તમે જે કેળા ખાવ છો તે પાવડરથી તો પકવેલા નથી ને? આ રીતે કરો ચેક

First published:

Tags: Ajab Gajab, General Knowledge, ગરોળી

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW