કઈ ધાતુથી બને છે ઈન્જે્શનની સોય? 90 ટકા લોકો નથી જાણતા આ સિમ્પલ સવાલનો જવાબ

ઈન્જેક્શન લેતી વખતે તમે વિચાર્યું હશે કે જો તે તૂટી જાય અને શરીરની અંદર રહી જાય તો શું થશે? પરંતુ, તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તે કઈ ધાતુની બનેલી છે અને તેનાથી આપણાં શરીરને શું અસર થઈ શકે છે. આ વિચાર અંગે, ઓનલાઈન પ્લેટફોર્મ Quora પર એક યુઝરે પૂછ્યું – ઈન્જેક્શનની સોય કઈ ધાતુની બનેલી છે? આવો તમને જણાવીએ કે આના પર આવેલા જવાબો વિશે.
આ પણ વાંચોઃ નકલીથી સાવધાન! તમે જે કેળા ખાવ છો તે પાવડરથી તો પકવેલા નથી ને? આ રીતે કરો ચેક
કઈ ધાતુની બનેલી હોય છે ઈન્જેક્શનની સોય?
આ સવાલના અલગ-અલગ યુઝર્સે અલગ-અલગ જવાબ આપ્યા છે. જો કે, મોટાભાગના લોકોએ કહ્યું છે કે સોય માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી સ્ટેનલેસ સ્ટીલ સિવાય બીજું કંઈ નથી. તેને કાર્બન સ્ટીલ પણ કહેવામાં આવે છે. એક યુઝરે એમ પણ કહ્યું કે કેન્યુલા, જેને આપણે સામાન્ય ભાષામાં વિગો પણ કહીએ છીએ, તે પ્લાસ્ટિકની સોયનો ઉપયોગ કરે છે કારણ કે તે શરીરની અંદર નથી જતી. IV અને ઇન્ટ્રામેસ્ક્યુલર ઇન્જેક્શન માટે વપરાતી સોય સ્ટેનલેસ સ્ટીલની બનેલી છે.
આ પણ વાંચોઃ દૂધને ગરમ કરવાથી તે ઉભરાઈ જાય છે તો પાણી કેમ ઉભરાતું નથી? 99 ટકા લોકો નથી જાણતાં જવાબ
આ પણ જાણી લો…
ઈન્જેક્શનની સોય મજબૂત મેટલની બનેલી હોવી જરૂરી છે, જેથી તે ક્યારેય તૂટે નહીં અને શરીરની અંદર ન રહી જાય. જો આવું થાય, તો ઈન્ફેક્શન પણ થઈ શકે છે. આ ખોખલી સોય દ્વારા જ શરીરમાં પિચકારી જેવી સિરીન્જની સહાયતાથી દવા નાંખવામાં આવે છે. સોઈ લગાવવું, ઈન્જેક્શન લગાવવું અથવા રસી લગાવવું એક જ પ્રક્રિયાના અલગ-અલગ નામ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, General Knowledge, Injection