AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી, નર્મદામાં પોલીસ ફરિયાદ નોંધાઈ

જમીન ખેડાણ મામલે વન વિભાગના કર્મચારીઓને ધમકાવ્યા હોવાની પોલીસને રજૂઆત કરાઈ હતી
Updated: Nov 3rd, 2023
નર્મદાઃ (Nrmada)આમઆદમી પાર્ટીના ડેડિયાપાડાના (AAP MLA) ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા મામલે પોલીસે ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળ્યું છે. (Chitar Vasava)પોલીસે ચૈતર વસાવા સામે કલમ 386 હેઠળ ગુનો નોંધ્યો છે.
જમીન પર ખેડાણ મામલે તકરાર થઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ડેડિયાપાડાના આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ વચ્ચે વન વિસ્તારની જમીન પર ખેડાણ બાબતે તકરાર થઈ હતી. આ દરમિયાન ચૈતર વસાવાએ કર્મચારીઓને ધમકાવ્યા હોવાની પોલીસને રજૂઆત કરાઈ હતી. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. નર્મદા પોલીસે કલમ 386 હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.