web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

વડોદરામાં જિલ્લા કલેકટર હસ્તકના વિવિધ વિભાગોના કર્મચારીઓને સાયબર ક્રાઇમ થતા રોકવા માર્ગદર્શન આપ્યું

0

Updated: Nov 3rd, 2023

image : Freepik

વડોદરા,તા.3 નવેમ્બર 2023,શુક્રવાર

દિન પ્રતિદિન સાયબર ક્રાઇમનો આંક વધી રહ્યો છે ત્યારે હાલના ટેકનિકલ યુગમાં સાયબર ક્રાઇમના વધી રહેલા ફ્રોડ બાબતે સમજ આપવાના ઇરાદે શહેરની આમ જનતાને કોઈ નુકસાન ન થાય એવા ઇરાદે કલેક્ટરની સૂચના અનુસાર નિવાસી અધિક કલેકટર સાયબર ક્રાઇમના ફ્રોડ અંગેના બનાવો માટે સઘન સમજ આપવા માટે કલેકટરના તાબાની કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તા.02/11/2023 ના રોજ સાંજના 6 થી 7 કલાક દરમ્યાન ધારાસભા હોલ, કલેકટર કચેરી, વડોદરા ખાતે “સાઇબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ” ના સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું.

આ અવેરનેસ કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે હાલમાં જે રીતે સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે અને ખાસ કરીને જે રીતે સરકારી દસ્તાવેજોનું આબેહૂબ નકલ થઈને લોકો સુધી પહોંચાડવામાં આવે છે તેની પર રોક લગાવવા કર્મચારીઓએ પણ ખૂબ જ તકેદારી રાખવી પડશે તેમ જણાવ્યું હતું.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW