વડોદરાના ગોરવા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે કેરિયર પકડાયો, એક વોન્ટેડ

Updated: Nov 3rd, 2023
image : Freepik
વડોદરા,તા.03 નવેમ્બર 2023,શુક્રવાર
ગોરવા વિસ્તારમાં પોલીસે ગાંજાના જથ્થા સાથે એક કેરિયરને ઝડપી પાડી તેના સાગરીતને વોન્ટેડ જાહેર કર્યો છે.
બનાવની પ્રાથમિક વિગતો મુજબ, ગોરવા ગામના હનુમાન ફળિયા વિસ્તારમાં રહેતો આકાશ ઉર્ફે અક્કીને પોલીસે ઝડપી પાડી તપાસ કરતાં રૂ. 17000 ની કિંમતનો 1 કિલો 700 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે ગાંજાના જથ્થા વિશે વધુ પૂછપરછ કરતાં એક સાગરીતનું નામ ખુલ્યું છે. જેથી તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ગાંજાનો જથ્થો કેટલા સમયથી લાવવામાં આવતો હતો અને કોને કોને આપવામાં આવતો હતો તે જાણવા માટે પોલીસે રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.