દિવાળીના ટાણે એક પછી એક વિવિધ વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી આપવાની વડોદરા કોર્પોરેશનની જાહેરાતથી લોકો પરેશાન

Updated: Nov 3rd, 2023
વડોદરા,તા.3 નવેમ્બર 2023,શુક્રવાર
હાલમાં દિવાળી નવા વર્ષ અને તહેવારો નિમિત્તે મકાનની સાફ-સફાઈમાં પાણીનો વપરાશ ખૂબ વધી જાય છે છતાં પણ આ બાબતે કોઈ જાતની વિચારણા કર્યા વગર વડોદરા પાલિકા દ્વારા આડેધડ પાણી પુરવઠા શાખા દ્વારા જુદા જુદા રીપેરીંગના અને સંપ સફાઈ શહીદ વિવિધ કામગીરીના કામકાજના બહાને શહેરીજનો પર આડકતરી રીતે પાણીનો કાપ મૂકી દેતા લોકો હેરાન પરેશાન થાય છે.
આ દિવસોમાં વધારાના વાસણ કુષણની સાફ-સફાઈ તથા વધારાના પડદાની સાફ સફાઈ આ અન્ય સાફ-સફાઈ થતી હોવાથી દિવાળીના તહેવારના દિવસોમાં પાણીનો વપરાશ એકદમ વધી જાય છે ત્યારે આજે ફરી એકવાર છાણી ગામની પાણીની ટાંકી ખાતે હાલના સંપની લાઈન સાથે નવીન સંપની પાણીની લાઈન જોડાણની કામગીરી આવતીકાલે તા.4થી એ કરવાની છે. જેથી તા.5 ને રવિવારે છાણી ગામ પાણીની ટાંકી ખાતેથી સવારના ઝોનમાં પાણી મેળવતા વિસ્તારોમાં પાણી મોડેથી અને ઓછા દબાણથી કરવામાં આવશે જેથી સ્થાનિક રહીશોએ પાણીની જરૂરી સગવડ કરવા પાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા જણાવાયું છે.