જામનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક : વાહનોની લાંબી કતાર લાગતા નવી આવક બંધ રખાઈ

Updated: Nov 3rd, 2023
જામનગર,તા.03 નવેમ્બર 2023,શુક્રવાર
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા જામનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની જંગી આવક નોંધાઈ છે. જેના લીધે હાપા યાર્ડથી રાધિકા સ્કૂલ સુધી માર્ગ પર સાઈડમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ગત તા.28 ના રોજ એક દિવસમાં 32 હજાર ગુણી મગફળીની આવક થતાં હરાજી બંધ કરવામાં આવી હતી.
ગઈકાલે ખોલવાની જાહેર કરવાની સાથે જ 550 જેટલા વાહનોમાં વધુ 36 હજાર મગફળીની ગુણીની આવક થઈ છે. અને આજે ફરીથી આવક બંધ કરવાનો વારો આવ્યો છે.