web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

અમદાવાદના વિકાસ એસ્ટેટમાં ફટાકડાની દુકાન માટે ફાયર બ્રિગેડ અભિપ્રાય નહીં આપે, સ્થાનિકોએ કરી હતી ફરિયાદ

0

ગત વર્ષે લાગેલી આગમાં ફટાકડાની દુકાન સહિત અન્ય 22 જેટલી દુકાનો પણ આગની લપેટમાં આવી હતી

શહેરમાં આ વર્ષે ફાયર બ્રિગેડને 195 અરજીઓ મળી જેમાંથી 152 અરજીઓમાં અભિપ્રાય આપવામાં આવ્યો

Updated: Nov 3rd, 2023



અમદાવાદઃ (Ahmedabad)શહેરના સરસપુર વિસ્તારમાં ગત વર્ષે વિકાસ એસ્ટેટમાં આગ લાગવાની ઘટના બની હતી. (Fire Brigade)જેમાં ફટાકડાની દુકાન સહિત અન્ય 22 જેટલી દુકાનોમાં પણ આગ પ્રસરી હતી. (firecracker shop)આ ઘટનાને લઈને હવે વિકાસ એસ્ટેટમાં એક પણ ફટાકડાની દુકાનો શરૂ કરી નહીં શકાય. અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા (AMC)એકપણ દુકાનદારને ફટાકડાની દુકાન ચાલુ કરવા માટે ફાયર વિભાગનો અભિપ્રાય આપવામાં આવ્યો નથી. સ્થાનિકો દ્વારા કરાયેલી ફરિયાદોના પગલે ફાયર વિભાગે ફટાકડાની દુકાન માટે વેપારીઓને અભિપ્રાય નહીં આપવાનો નિર્ણય લીધો છે. 

ફટાકડાની દુકાન માટે 195 જેટલી ઓનલાઈન અરજીઓ મળી

અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે વિકાસ એસ્ટેટમાં ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ બની હતી કે આસપાસના મકાનો સુધી પ્રસરી ગઈ હતી. જેના કારણે રેસ્ક્યૂ કરવામાં પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા અનેક ફરિયાદો અમને મળી હતી. જેથી આ વર્ષે ફાયર બ્રિગેડ દ્વારા ફટાકડાની દુકાન માટે આપવામાં આવતો અભિપ્રાય આપવામાં આવ્યો નથી. જેથી પોલીસ પણ હવે ફટાકડાની દુકાનનું લાયસન્સ આપી શકશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે, શહેરમાં ફટાકડાની દુકાન ચાલુ કરવા માટે ફાયર વિભાગને અત્યાર સુધીમાં 195 જેટલી ઓનલાઈન અરજીઓ મળી છે જેમાંથી 152 અરજીઓમાં અભિપ્રાય આપવામાં આવ્યો છે. બાકીની અરજીઓની કામગીરી ચાલુ છે. 

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW