સ્મીમેરમાં શિયાળા ટાણે શ્વાસ અને દમની સમસ્યાની દવાની અછત

Updated: Oct 31st, 2023
– અસ્થમા
માટે ફોરાકાટ, ઇન્હેલર, શક્તિની બી-કોમ્પ્લેક્સ, મલ્ટીવિટામીન, શરદી-ખાંસી, એલર્જીની
સેટીરીઝીનની ઘટ
સુરત :
સુરતમાં
શિયાળાની ઠંડીના લીધે શ્વાસની તકલીફ,
અસ્થમા કમ દમ, શરદી, ખાંસી
સહિતના દર્દીઓમાં વધારે થતો હોય છે. તેવા સમયે પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં શ્વાસની
તકલીફ અને દમ સહિતની કેટલીક દવાની અછતથી દર્દીઓ મુશ્કેલીમાં વેઠી રહ્યા હોવાનું જાણવા
મળે છે.
પ્રાપ્ત
વિગત મુજબ મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોજના વિવિધ તકલીફોની સારવાર
માટે હજારો દર્દીઓ આવે છે. જોકે ગરીબ અને
મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ રૃપ ગણાય છે પણ છેલ્લા કેટલાક સમયથી સ્મીમેર હોસ્પિટલમાં કેટલીક દવાઓની અછત પડી રહી
હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે ખાસ કરીને હાલમાં સુરતમાં સવારે શિયાળાના
ઠંડી થોડો ચમકારો જોવા મળી રહી છે. ઠંડીનું પ્રમાણ વધતાં શહેરમા દર વર્ષે શ્વાસની
તકલીફ, અસ્થમા
કમ દમ, શરદી, ખાંસી સહિતના દર્દીઓમાં
વધારે થતો હોય છે. તેવા સમયે શ્વાસની તકલીફ અને દમ સહિતની કેટલીક દવાની અછત છે.
જેમાં અસ્થમાની ફોરાકાટ,ઇન્હેલર, શકિતની
બી કોમ્પ્લેક્ષ, મલ્ટીવીટામીન, શરદી-ખાંસી-
એર્લજી માટેની સેટીરીઝીન સહિતની દવાની ધટ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આવા
સંજોગોમાં ગરીબ દર્દીઓએ મુશ્કેલી વેઠી રહ્યા છે. જયારે કેટલાક દર્દી કે તેમના
સંબંધીઓ બહારના પ્રાઇવેટ કે સંસ્થાના મેડિકલ સ્ટોર પરથી પૈસા ખર્ચીને દવા લેવા જતા
હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જયારે સ્મીમેર હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું
કે દવાની ધટ થાય એટલે તરત બહારથી દવા ખરીદીને મગાંવીને સ્ટોક રાખવામાં આવે છે.