વડોદરામાં ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ પાછળ રૂ.4.31 કરોડનો ખર્ચ

Updated: Oct 31st, 2023
વડોદરા,તા.31 ઓક્ટોબર 2023,મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા હસ્તકના ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેની પંપિંગ મશીન તથા ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલનું ઓપરેશન અને મેન્ટેનન્સ કરવાની કામગીરીનો પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ અંગે સૌથી ઓછા ભાવનું આવેલું ટેન્ડર સ્થાયી સમિતિમાં રજૂ થયું છે.
ઉલ્લેખનીય છે કે પાલિકાના પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા હસ્તકના ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ભૂગર્ભ હાઉસ ટ્રાન્સફોર્મર યાર્ડ ફિલ્ટર હાઉસ કલેરીફલોક્યુલેટર તથા પંપિંગ અને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇક્વિપમેન્ટ હાલમાં કાર્યરત છે ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી શહેરના પશ્ચિમ વિસ્તારની હરીનગર ટાંકી ગાયત્રી નગર ટાંકી વાસણા ટાંકી તથા તાંદલજા ટાંકીને પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે.
પાણી પૂરું પાડવા માટે 180 હોર્સ પાવરના ત્રણ તથા 280 હો.પા.ના ત્રણ મળીને કુલ છ પંપ સેટ બેસાડ્યા છે તેને લગતી ઈલેક્ટ્રિકલ તથા મિકેનિકલ મશીનરી પણ લગાવવામાં આવી છે ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેના પંપ સેટ તથા ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ મશીનના પાંચ વર્ષ માટેના ઓપરેશન તથા મેન્ટેનન્સની કામગીરી કરવાનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર વી.બી.ચૌધરી મહેસાણાને આપવામાં આવ્યો છે. પાંચ વર્ષ માટેના ઓપરેશન અને મેન્ટેનન્સ કરવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ ગઈ તારીખ 12 સપ્ટેમ્બરે પૂરો થયો છે જેને ધ્યાનમાં રાખીને નવો કોન્ટ્રાક્ટ આપવાની કામગીરી કરાઈ છે. જેમાં અંદાજિત રૂપિયા 6,80,82,845 ખર્ચ નક્કી કરાયો હતો. પરંતુ 4,31,44,200નું સૌથી ઓછા ભાવનું આવેલું ટેન્ડર મેં વીબી ચૌધરી મહેસાણાનું આવ્યું હતું. આ કોન્ટ્રાક્ટરે નિયત ભાવ પત્રક કરતા 36.62 ટકા ઓછા ભાવનું ટેન્ડર આવતા આ કામને મંજૂરી અર્થે સ્થાયી સમિતિનીમાં રજૂ કરવામાં આવ્યું છે.