વડોદરાના વાસણા ભાયલી રોડ પર વરસાદી ગટર રૂ.1.11 કરોડ થી વધુના ખર્ચે નંખાશે

Updated: Oct 31st, 2023
વડોદરા,તા.31 ઓક્ટોબર 2023,મંગળવાર
વડોદરા શહેરના નવા સમાવિષ્ટ વિકસી રહેલા વાસણા ભાયલી રોડ પર પેટ્રોલ પંપ થી પ્રિયા સિનેમા સુધી વરસાદી ગટર રૂ.1.11 કરોડથી વધુના ખર્ચે નંખાશે.
ઉલ્લેખનીય છે કે, શહેરનો વિસ્તાર વ્યાપ ચારે બાજુએ વધી રહ્યો છે ત્યારે વાસણા ભાયલી રોડ પર પેટ્રોલ પંપ થી પ્રિયા સિનેમા ચેનલ સુધી હાલમાં વરસાદી નેટવર્ક હોવાના કારણે વરસાદી ગટર નાખવાના કામે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ મે.રે.ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી દ્વારા જરૂરી સર્વે કરાયો હતો જેમાં અંદાજિત 1100 મીટર લંબાઈની નવી વરસાદી ગટર નાખવાની કામગીરી માટે નક્કી કરેલા ભાવ પત્ર મુજબ રૂપિયા 1,81,01,789 (જીએસટી વગર) અંદાજને ગત ઓગસ્ટ મહિનામાં મંજૂર કરાયું હતું. આ કામ અંદાજિત રકમ 1,44,94,186 નક્કી કરાયું હતું. જેમાં સૌથી ઓછા ભાવનું આવેલું ટેન્ડર મેં ઓડેદરા કન્સ્ટ્રક્શનનું 23.40 ટકાનું 1,11,02,650 નું હતું. આ ભાવો વ્યાજબી હોવાથી પીએમસી દ્વારા ડ્રેનેજ ગટર પ્રો શાખા થી અભિપ્રાય આપવામાં આવ્યો હતો જેથી આ ભાવપત્રને થયેલી ટેન્ડર્સ કમિટીએ મંજૂરી અર્થે ભલામણ કરી હતી. પરિણામે આ કામ મંજૂરી અર્થે સ્થાયી સમિતિમાં રજૂ થયું છે.