સોપારી કાંડ : ફરિયાદી અનિલ પંડીત સહિત ૬ જણ સામે ડયૂટી ચોરીનો ગુનો નોંધાયો

૨૧.૪૮ કરોડની સોપારી ખરીદીના ખોટા આધારો ઉભા કરી ટેક્ષ બચાવવા કાવતરૃ રચ્યું
Updated: Oct 28th, 2023
ભુજ, શુક્રવાર
મુંદરાના ૩.૭૮ કરોડની સોપારી તોડકાંડમાં બહુચચત પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો છે. તોડની ફરિયાદ કરનાર ફરિયાદી અનિલ પંડીત સહિત છ સામે હવે વિદેશાથી આયાત કરાયેલી ૨૧.૪૮ કરોડની સોપારીની ખરીદીના ખોટા દસ્તાવેજ બનાવીને ખરા તરીકે રજુ કરીને સરકારને આાથક નૂકશાન પહોંચાડવા મોટું કાવતરૃ રચ્યા અંગે મુંદરા પોલીસ માથકે ફરિયાદ નોંધાવાઇ છે.
મુંદરા પોલીસ માથકે નાયબ પોલીસ અિધકક્ષક મુકેશ પોપટભાઇ ચૌધરી અંજાર વિભાગએ મુંબઇ રહેતા અનિલ તરૃણ પંડીત, દિનેશભાઇ માસ્ટર, નાગપુરના મોહિત પ્રદિપભાઇ મખીજા, સુરેખાબેન શેઠ, હિમાંશુ ભાનુશાલી (ભદ્રા), મેહુલ ભદ્રા (ભાનુશાલી) ફરિયાદ નોંધાવી છે. ગાંધીધામની ફોરફોક્સ લોજીસ્ટીક લીમીટેડ કંપનીના આરોપી અનિલ પંડીત, દિનેશભાઇ માસ્ટર અને સુરેખાબેન શેઠ ભાગીદાર હોઇ આરોપીઓએ ગત ફેબુ્રઆરી ૨૦૨૩થી સપ્ટેમ્બર ૨૦૨૩ સુાધી વિદેશાથી આયાત કરેલી ૨૧,૪૮ કરોડની સોપારીનો જથૃથો વેચાણ કરવા માટે સોપારીના ખોટા બીલો બનાવી તે બીલો સાચા તરીકે ઉપયોગ કરી વગર બીલનો સોપારીનો માલ ખરીદી કર્યાનું બતાવવા અન્ય બોગસ દસ્તાવેજ બનાવીને આરોપી મોહિત પ્રદિપ મખીજાએ મોહિત એન્ટરપ્રાઇઝ નામની બનાવી તે પેઢીનો વહીવટ મેહુલ ભદ્રા અને હિમાંશુ ભદ્રા નામના આરોપીઓએ કરીને પેઢીના નામે જે ટ્રકો સોપારી ભરીને મુંદરા ખાતે આવી જ નાથી તે ટ્રકોના મુંદરા આવ્યા અંગેના ખોટા દસ્તાવેજો બનાવીને આરોપીઓએ સરકારની ડયુટી ચોરી કરી સરકારને આાથક નૂકશાન પહોંચાડયા હોવાનું સામે આવતાં આરોપીઓ વિરૃાધ મુંદરા પોલીસ માથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની આગળની તપાસ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ માથકના ઇન્સ્પેકટર એમ.ડી.ચૌધરીએ હાથ ધરી છે. તો, બીજીતરફ મુંદરાના ૩.૭૫ કરોડ સોપારીના તોડકાંડની ફરિયાદ કરનાર ફરિયાદી અનિલ પંડીત સામે બોગસ દસ્તાવેજોના આાધારે સરકારને આાથક નૂકશાન પહોંચાડી છેતરપીંડી કર્યાનું સામે આવતાં ખડભડાટ મચી જવા પામ્યો છે.