સુરતમાં હચમચાવી દેનારી ઘટના, પરિવારના બે બાળકો સહિત 7 સભ્યોનો સામૂહિક આપઘાત

0

Updated: Oct 28th, 2023

સુરતમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. શહેરના અડાજણમાં આવેલા પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વરી એપાર્ટમેન્ટમાં પરિવારની સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પતિ, પત્ની, માતા, પિતા, બે બાળક અને એક બાળકી સહિત પરિવારના 7 લોકોએ આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારના 6 લોકોએ ઝેરી દવા ગટગટાવી અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી

આ બનાવના પગલે પોલીસ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે પોલીસકર્મીઓ દ્વારા આસપાસમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી રહી છે. 

ઘરના વડીલે ઘરના સભ્યોને દવા પિવડાવી ગળેફાંસો ખાધો!

જોકે, આર્થિક સંકડામણમાં સામૂહિક આત્મહત્યા કર્યાનું પ્રાથમિક તારણ છે. જોકે ઘરના વડીલે ઘરના સભ્યોને દવા પિવડાવી અને પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW