વડોદરાના અટલાદરા તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

Updated: Oct 28th, 2023
વડોદરા,તા.29 ઓક્ટોબર 2023,શનિવાર
વડોદરા વિસ્તારમાં આવેલા તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા લેવામાં આવી હતી.
અટલાદરા તળાવમાં આજે સવારે એક મૃતદેહ નજરે પડતા લોકોના ટોળા જમ્યા હતા. બનાવને પગલે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જ્યારે પોલીસ પણ દોડી આવી હતી.
ફાયર બિગાડે મૃતદેહ બહાર કાઢતા પ્રાથમિક તબક્કે આ યુવક અટલાદરાનો રહેવાસી સંજય હોવાનું જાણવા મળ્યું છે. યુવક કયા કારણસર તળાવમાં પડ્યો છે તેની તપાસ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.