જામનગર જિલ્લા લાલપુર અને કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી પવન ચક્કીના કામ સરકારના નિયમો વિરુદ્ધ થતું હોવાની ફરિયાદ

Updated: Oct 28th, 2023
– લાલપુર-કાલાવડ પંથકના કરાણાં, ડુંગરાળી દેવળીયા, બેરાજા ગામમાં પવન ચક્કીના કામ માટે નદીનો રસ્તો બંધ કરાયાની રજૂઆત
જામનગર,તા.29 ઓક્ટોબર 2023,શનિવાર
જામનગર જિલ્લાના લાલપુર અને કાલાવડ પંથકમાં ખાનગી કંપની દ્વારા પવનચક્કી લગાવવાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે ખાસ કરીને કેટલા ગ્રામ્ય પંથકમાં તંત્રની મંજૂરી વિના જગ્યાનું દબાણ હતું હોવાની તેમજ કેટલીક નદીઓના રસ્તા પણ બંધ કરી દેવાયાની જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.
કાલાવડા અને લાલપુર પંથકના ગલ્લા-કરાણાં-ડુંગરડી દેવરીયા-બેરાજા વગેરે ગામોમાં પવનચક્કીના કામો માટે સરકારના નિયમ મુજબ કામ થતું ન હોવાની અને કેટલીક ગૌચરની જમીન તેમજ નદી કાંઠા ગામ અને ખરાબાની જગ્યામાં પણ દબાણ થતું હોવાનું તેમજ દબાણ કરી પર્યાવરણ તેમજ જામનગરની પવિત્ર નદીઓ અને નુકસાન થાય તે રીતે નદીઓ બુરીને તેમાંથી રસ્તો બનાવવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાની રજૂઆત જામનગરના જિલ્લા કલેકટર સમક્ષ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.
આવનારા ચોમાસાની ઋતુમાં નદીની આસપાસના ખેતરો તેમજ ગાડા માર્ગનું પણ આ કાર્યવાહીને લઈને ધોવાણ થશે, અને કેટલા ટાવરોનું કામ તો બીન ખેતી કર્યા પહેલાંજ ચાલુ કરી દીધો છે. જેથી આ ગામમાં તાત્કાલિક કામ સ્થગિત કરીને કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.