ગૌચર જમીન ખાલી કરાવવાના નામે સર્જાયું ધિંગાણું

ગાંધીધામ, તા. ૨૭
અંજાર તાલુકાનાં મીંદિયાળા-કુંભારિયા માર્ગ પર કુંભારિયા ગામની સીમમાં આવેલી ગૌચર જમીન ખાલી કરાવી તે જમીન પર નવું દબાણ કરવાના ઇરાદે ૪૦થી ૫૦ લોકોના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. જેમાં પોલીસની હાજરી હોવા છતાં ટોળાએ માલાધારીઓના ૫ ઝૂપડા, ચારાનો વાડો અને ૩ વાહનો સળગાવી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર પ્રસરી હતી. આ ગંભીર બનાવમાં ૩ અબોલા જીવ જીવતા ભૂંજાઈ ગયા હતા.
આ અંગે અંજાર પોલીસ માથકે મૂળ ભુજ તાલુકાનાં બેલડો અને હાલે અંજાર તાલુકાનાં ધાર વિસ્તાર, કુંભારિયા ખાતે રહેતા ૪૫ વર્ષીય શોભાભાઈ મુરીદભાઈ ખાસકેલી (મુસ્લિમ)એ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી અને અન્ય લોકો કુંભારિયા ગામની ગૌચર જમીન પર તેમના ભેસોના વડા પાસે બેઠા હતા ત્યારે એક કાર મારફતે ખેડોઈ ગામે રહેતા રાજુભા જાડેજા, તેમનો પુત્ર ગોપાલ, દિગ્વિજયસિંહ, મામદ હુસેન મિયાજી તાથા એક અજાણ્યો ઈસમ ત્યાં ધારિયા સહિતના હિાથયારો લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે ભુજના બાબર અને ઇશાક વિરુદ્ધ જે ફરિયાદ કરી છે તેમાં આરોપીઓને તમે જેલ માથી શા માટે છોડાવ્યા છે? તમે અમારા ગામની ગૌચર જમીન પર કેમ દબાણ કર્યું છે, જમીન ખાલી કરો અમને કબ્જો કરવો છે તેવું કહી આરોપી રાજુભા અને તેમના સાથે આવેલા શખ્સોએ ફરિયાદી સાથે બેઠેલા અબ્બાસ ચાવડાને ધોકાથી માર માર્યો હતો તેમજ ઇબ્રાહિમ હોથીને પણ માર માર્યો હતો. જે બાદ રજાકભાઈ હોથીના ઘાસચારો અને ખાટલો સળગાવી નાખ્યા હતા. જે બાદ તે કારમાં બેસી ત્યાંથી ચાલ્યા ગયા હતા અને જતાં જતાં અહીં જ રહેજો અમે ફરી આવીએ છીએ તેવી ધમકી આપી ઇબ્રાહિમભાઈને કારની ટક્કર મારી હતી. આ બનાવ બાદ આસપાસના માલાધારીઓ સળગતા ચારાની આગ બુઝાવી રહ્યા હતા ત્યારે આરોપી રાજુભા, તેનો દીકરો ગોપાલ, દિગ્વિજય, મામદ હુસેન મિયાજી, દીલુભા, અમરદીપસિંહ દીલુભા, પ્રદીપસિંહ દેવુભા, પકલો આહીર, પરબત રબારી ઉર્ફે પ્રભો રબારી દુકાનવાળો, રાજદીપસિંહ જગદીશસિંહ જાડેજા, રાજદીપસિંહ શેરસિંહ જાડેજા, યુવરાજસિંહ જગદીશસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા તાથા તેમના સાથે અન્ય ચાલીસેક શખ્સો હિાથયારો સાથે આવી દૂરાથી બૂમો પડી હતી કે ભૂંગા અને લોકોને સળગાવી નાખો, જેના ભયે ફરિયાદી તેના પરિવારને લઈ ત્યાંથી પોતાનો જીવ બચાવવા અન્યત્ર ભાગી ગયા હતા.
જે બાદ ટોળાએ ફરિયાદીના દીકરા અલાદીન તેના પાડોશમાં રહેતા ભચલ રહીમના ભૂંગા સળગાવી નાખ્યા હતા. તાથા ભચલ ના ઘર સામે પાર્ક કરેલી બોલેરો, બાઇક અને રજાકભાઈની સ્વીફ્ટ કાર સળગાવી નાખી હતી. જે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી મામદ હુસેન અબ્દુલ મંગરા, યશપલ દશરાથસિંહ જાડેજા અને વાલજી ધનજી આહીર નામના શખ્સોની અટક કરી લીધી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવમાં ૩ અબોલા પશુઓ જીવતા ભૂંજાઈ જતાં મોતને ભેટયા હતા જ્યારે ચાર જેટલી ગાયો ત્યાથી નાસી ગઈ હતી.
પોલીસ ટોળાને રોકતી હતી ત્યારે અન્ય તરફથી આવેલા ટોળાએ આગ લગાવી- પૂર્વ કચ્છ એસ.પી.
આ અંગે પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, પોલીસને જાણકારી મળી કે ૨૦૦-૩૦૦ લોકોનો ટોળો એકત્રિત થયો છે જેાથી અંજાર પોલીસની ટિમ તેમને રસ્તા પર જ અટકાવી તેમને રોક્યા હતા અને પાછા વળતાં હતા ત્યારે અન્ય જગ્યાએાથી આવેલા અન્ય ટોળાએ ભૂંગઓમાં આગ ચાપી દીધી હતી. જે અંગેની ફરિયાદ નોંધાયા બાદ ૩ આરોપીઓની અટક પણ કરી લેવામાં આવી છે જ્યારે અન્યોને પકડવાની તજવીજ ચાલી રહી છે.
પોલીસે આવીને કહ્યું ચિંતા ન કરજો તમારું સમાધાન થઈ ગયું છે
આ અંગે આ બનાવમાં ભોગ બનનાર રમજાનભાઈ ખાસકેલીએ જણાવ્યુ હતું કે, અગાઉ રાજુભા સાથે અણબનાવ બન્યો હતો. જે બનાવ બાદ ગુરુવારના રાત્રે ૮-૩૦ વાગ્યે અમે પરિવારના લોકો જ્યારે જમવા બેઠા હતા ત્યારે પોલીસ આવી હતી અને અમને કહ્યું હતું કે, ચિંતા ન કરજો તમારું સમાધાન થઈ ગયું છે. જેાથી અમે નિશ્ચિંત થઈને બેઠા હતા ત્યારે ૪૦૦-૫૦૦ લોકોનું ટોળું આવ્યું હતું અને આસપાસના ૫ ભૂંગઓ અને ૩ વાહનોમાં આગ લગાવી હતી તેમજ ચારાના વાડામાં પણ આગ ચાપી હતી. સાથે મારા ઘરમાં આવી ખટલો, ૩૦ ગુણી ખોળ-ભુસામાં આગ લગાવી ઘરમાં રહેલા રૃ. ૨ લાખ લઈ ચાલ્યા ગયા હતા. હિાથયારો સાથે આવેલા શખ્સોએ ૨-૩ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ બનાવ જ્યારે બન્યો ત્યારે પોલીસ પણ રોડ પર હાજર જ હતી. તેમ છતાં કોઈ પગલાં ભર્યા ન હતા. જેાથી અમને ડર લગતા અમે પરિવાર સહિત અહીથી પોતાનો જીવ બચાવી તળાવ તરફ ભાગી ગયા હતા. આ બાબતે અમને ન્યાય મળે એવી અમારી માંગણી છે.
વીસેક દિવસ પહેલા ખેતરના શેઢા પર ભેંસો ચરાવવા મુદ્દે થયો હતો જીવલેણ હુમલો
આ અંગે સૃથાનિકેાથી મળતી વિગતો મુજબ વીસેક દિવસો પહેલા કુંભારિયા ગામમાં ખેતરના શેઢા પર ભેસો ચરાવવા મુદ્દે માલાધારીએ ખેડૂત પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ખેડૂતને હેમરેજ સહિતની ઇજાઓ પહોચી હતી. જે બનાવમાં આરોપીઓના જામીન થઈ જતાં અને જામીન બનાવ સૃથળે રહેતા માલાધારીઓ એ જ કરાવ્યા હોવાનું મનદુખ રાખી આ બનાવને અંજામ આપવામાં આવ્યો હોવાનું સૃથાનિકોએ જણાવ્યુ હતું.