OMG! સાપનો જીવ બચાવવા પોલીસે મોઢેથી આપ્યું CPR! ભાનમાં આવતાં જ…

હાલમાં જ ટ્વિટર એકાઉન્ટ @anwar0262 પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક ભારતીય પોલીસકર્મી સાપનો જીવ બચાવતો જોવા મળે છે. આ વીડિયોમાં તે સાપને CPR આપતા જોવા મળી રહ્યો છે. CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન. આ એક ઈમરજન્સી પ્રોસીઝર છે, જેના દ્વારા કોઈનો જીવ બચાવી શકાય છે. જ્યારે હ્રદય અચાનક ધડકવાનું બંધ કરી દે, તો બંને હાથથી છાતી પર દબાણ કરવામાં આવે છે અને મોંઢાથી દર્દીને આર્ટીફિશિયલી ઓક્સિજન સપ્લાઈ કરવામાં આવે છે, જેનાથી હ્રદયના ધબકારા ફરી શરુ થઈ જાય છે.
આ પણ વાંચોઃ આ એક ઝાડ તમને બનાવી દેશે કરોડપતિ, એક કિલો લાકડાના મળે છે લાખો રુપિયા
પોલીસકર્મીએ સાપને CPR આપ્યું
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોલીસકર્મીએ સાપનું મોં પોતાના હાથમાં પકડ્યું છે અને બીજા હાથથી તેના શરીરને પકડી રાખ્યું છે. તે સાપના શરીરને તેના કાન પાસે લગાવીને તેના ધબકારા સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યો ચે. બાદમાં તે સાપના મોંમા મોઢું લગાવીને તેની અંદર હવા ભરે છે. સાપ બિલકુલ નિર્જીવ લાગી રહ્યો હતો અને કોઈ પ્રતિક્રિયા નહતો આપતો. પોલીસકર્મી તેના શરીરને દબાવે છે, બાદમાં તેના મોંમા હવા ભરે છે. બાદમાં સાપની ઉપર પાણી રેડે છે.
A police constable in Madhya Pradesh is giving CPR to a snake that had fallen unconscious after being exposed to pesticide-laced water. The constable, Atul Sharma, used mouth-to-mouth resuscitation to revive the snake, which was later released safely.#Viral #Snake #CPR pic.twitter.com/2uwV957jTf
— AH Siddiqui (@anwar0262) October 26, 2023
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Snake