જે ડ્રગને ખવડાવીને હિટલરને જીતવું હતું યુદ્ધ, હમાસ પણ કરી રહ્યું છે તેનો ઉપયોગ?

શું છે દાવો?
પેલેસ્ટાઈન અને ઈઝરાયેલની વચ્ચે એક સમયે ઈઝરાયેલી મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે સંઘર્ષની વચ્ચે મૃત્યુ પામેલા મિલિટેન્ટ્સના ખિસ્સામાંથી કેપ્ટાગન નામના ડ્રગ્સની ગોળીઓ મળી છે. આ ડ્રગને “કોકીન” પણ કહેવામાં આવે છે અને તેનું સેવન કર્યા બાદ વ્યક્તિ વધારે અલર્ટ થઈ જાય છે. ભૂખ અને તરસ પણ નથી લાગતી. યુરોપમાં તેને ડિપ્રેશન જેવી બીમારીઓના ઉપચાર માટે તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેના વધારે પડતો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.
આ પણ વાંચોઃ વિમાન આકાશમાં કેમ છોડે છે સફેદ ધુમાડો? તેને જોઈને તમે પણ કરી શકો છો હવામાનની આગાહી
જણાવી દઈએ કે આ ડ્રગનો ઉપયોગ ખાસ કરીને સીરિયાના આતંકવાદીઓ ગૃહ યુદ્ધ દરમિયાન કરતા હતા. ત્યાં લોકો વર્ષોથી એકબીજાનો વિરોધ કરતા હતા અને ખાણી-પીણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં, છોકરાઓ ડ્રગ્સનું સેવન કરીને લડતા હતા. ત્યારબાદ મધ્ય પૂર્વની આસપાસના દેશોમાં તેનો પુરવઠો વધ્યો. આ ડ્રગના વેપારને લઈને સખત કાયદાકીય પગલા લેવા માટે સાઉદી અરબ સહિત ઘણાં દેશોમાં સજા પણ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ રસોડું એક દેશમાં અને આંગણું બીજામાં! પાસપોર્ટ વિના કૂદકો મારીને પહોંચી જાય છે લોકો
હિટલરની સેનાને પણ આપવામાં આવતો હતો આ ડોઝ
હિટલર અને તેની સેના દ્વારા કરવામાં આવેલા નરસંહારના સંદર્ભમાં કહેવાય છે કે તે ડ્રગ્સનો ઉપયોગ કરતા હતાં. હિટલરે તેના અનુયાયીઓને નશો કરવા માટે વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કર્યો હતો, જેમ કે ઓક્સિકોડોન, મોર્ફિન અને કોકેઈન. ત્યાં સુધી કે યુદ્ધ અથવા હત્યાઓની પહેલા આખી નાઝી પાર્ટી મેથામફેટામાઇન નામનું એક ડ્રગનું સેવન કરતી હતી. એવું એટલા માટે કરવામાં આવતુ હતું કે તેઓ થાક્યા અને હાર્યા વિના યુદ્ધ લડી શકે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Israel, Israel Hamas conflict