શું તમારે ભારતના પ્રધાનમંત્રીનો કરવો છે સંપર્ક? જાણો કેવી રીતે મેળવી શકશો એપોઇન્ટમેન્ટ

ભારતના વડાપ્રધાનને કેવી રીતે મળવું?
કોઈપણ સામાન્ય માણસને મળવા માટે વડાપ્રધાનની એપોઈન્ટમેન્ટ એટલે કે પરવાનગી લેવી જરૂરી છે. તેના માટે સૌથી પહેલા વડાપ્રધાન કાર્યાલયની એપોઇન્ટમેન્ટ એટલે કે પરવાનગી લેવાની જરુર છે. તેના માટે સૌથી પહેલા પ્રધાનમંત્રી કાર્યાલયનો સંપર્ક કરો અને એપોઇન્ટમેન્ટ માટે પુછો. ઉપલબ્ધ સમય પર, પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) તમને એપોઇન્ટમેન્ટ આપશે (જો તમારી સમસ્યાનું નિરાકરણ ફક્ત પ્રધાનમંત્રી દ્વારા જ થઈ શકે છે અથવા તમારી સમસ્યાની સંબંધિત સત્તાધિકારીને મોકલવામાં આવશે અને બાદમાં તમે તમારી એપોઇન્ટમેન્ટને રદ કરી શકો છો) PMO ને તમે નીચે આપેલી પદ્ધતિથી સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચોઃ જો તમારી રક્ષા કરનાર પોલીસ જ તમને પરેશાન કરવા લાગે તો? જાણો ક્યાં કરી શકો છો ફરિયાદ
પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઈટ http://pmindia.gov.in/en/interact-with-honble-pm/ પર જઈને તમે સંપર્ક કરી શકો છો
તમે પત્ર લખીને પણ સંપર્ક કરી શકો છો.
સંયુક્ત સચિવ, પ્રધાનમંત્રી કાર્યાલય,
સાઉથ બ્લૉક, નવી દિલ્હી- 110011
ફોન નંબર – 011-23012312
- તમે તમારા પ્રશ્નોના જવાબ માટે આરટીઆઈ પણ ફાઈલ કરી શકો છો.
- જેના માટે તમે MyGov.nic.in સાથે જોડાઈ શકો છો.
- આ સિવાય તમે +91-11-23019545, 23016857 પર ફેક્સના માધ્યમથી સંપર્ક કરી શકો છો.
- તમે ઈમેલ, યુટ્યૂબ, ટ્વીટર અને ફેસબુક વગેરે માધ્યમથી પણ પ્રધાનમંત્રી સાથે જોડાઈ શકો છો.
- narendramodi1234@gmail.com
- @PMOIndia(https://twitter.com/pmoindia) અથવા @Narendramodi(http://narendramodi) fb.com/pmoindia
આ પણ વાંચોઃ ઓ બાપ રે! અહીં પિતા સાથે સુવા પર મજબૂર છે છોકરી, દીકરી અને માતાનો હોય છે એક જ પતિ
પીએમઓને એપોઇન્ટમેન્ટ માટે કેવી રીતે કરવો સંપર્ક?
- સૌથી પહેલા પોતાના ક્ષેત્રના ધારાસભ્ય અથવા સાંસદને સંપર્ક કરો અને તમારી સમસ્યા વિશે જણાવો.
- આ સિવાય તમારી સમસ્યા માચે પોતાના રાજ્યના મુખ્યમંત્રી અથવા મંત્રીનો સંપર્ક કરો.
- ઉપર આપેલા લોકોને સંપર્ક કર્યા બાદ પણ તમારી સમસ્યાનું નિરાકરણ ન થાય તો તમે તેના સમાધાન માટે પીએમઓનો સંપર્ક કરી શકો છો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, PM Modi, Prime minister of india