ભારતમાં આવેલું છે મિની ઈઝરાયેલ, અહીં દર વર્ષે ભરાય છે યહૂદીઓનો મેળો!

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મિની ઈઝરાયેલ નામનું આ ભારતીય સ્થળ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં છે. અહીં એક ગામ છે, જેનું નામ ધરમકોટ છે. ઘણા ઇઝરાયેલીઓ દર વર્ષે આ સ્થળે આવે છે. અહીં ખબાદ હાઉસ છે જે યહૂદી સમુદાયનું કેન્દ્ર છે. અહીં ઘણી રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સ છે જે ફક્ત ઇઝરાયેલી ફૂડ સર્વ કરે છે. આ કારણે અહીં આવતા યહૂદીઓને આ જગ્યા તેમના ઘર જેવી લાગે છે.
આ પણ વાંચોઃ 99 ટકા લોકો નથી જાણતા ‘મિસેઝ’ એટલે શું? અંગ્રેજીમાં આ છે સાચું ફૂલફોર્મ
ઘણા ઇઝરાયેલીઓ પણ અહીં રહે છે
અહેવાલો અનુસાર, હિમાચલમાં એક બીજી જગ્યા છે, જે યહૂદીઓ અને ઈઝરાયેલ સાથે જોડાયેલી છે. આ સ્થળનું નામ કસોલ છે જે એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, કસોલને મિની ઈઝરાયેલ કહેવામાં આવે છે જ્યારે ધરમકોટને પહાડોનું તેલ અવીવ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે ધરમકોટ કાંગડામાં છે, જ્યારે કસોલ કુલ્લુમાં છે. ખબાદ હાઉસ લગભગ 15 વર્ષ પહેલા અહીં બનાવવામાં આવ્યું હતું. કુલ્લુમાં લગભગ 1500 ઈઝરાયેલી લોકો પણ રહે છે.
આ પણ વાંચોઃ કર્મચારીએ લીધી 69 દિવસની લીધી રજા, કંપનીએ નોકરીમાંથી કાઢ્યો તો બની ગયો માલામાલ
એવું માનવામાં આવે છે કે ઇઝરાયેલ આર્મીના સૈનિકો અહીં તાલીમ લીધા પછી આવે છે જેથી તેઓ શરીર અને મનને આરામ આપી શકે. આ ગામમાં ગદ્દી ભરવાડ સમુદાયના લોકો રહે છે. હવે આ ગામમાં ઘણા લોકો હિબ્રુ ભાષા પણ સરળતાથી બોલે છે. ધર્મશાળાના રહેવાસીઓ દર વર્ષે વાર્ષિક સામુદાયિક તહેવારનું આયોજન કરે છે, જે ઇઝરાયેલના નવા વર્ષ પર યોજાય છે. તેને રોશ હશનાહ કહેવામાં આવે છે. ખૂબ જ ઓછા લોકો આ જગ્યા વિશે જાણે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Israel