જો આ ભૂલ કરી તો તમારી કારનું AC બની જશે પંખો, સર્વિસ દરમિયાન આ વાતોનું રાખો ખાસ ધ્યાન

આવી સ્થિતિમાં જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમારી કારનું એસી પણ સારું રહેશે અને તમારા પૈસાની પણ બચત થશે. આમ કરવાથી, તમારે ઉનાળો શરૂ થતાંની સાથે જ એસી રિપેર કરાવવાની કે તરત જ સર્વિસ કરાવવાની જરૂર નહીં પડે.
આ પણ વાંચોઃ કારના ટાયરમાં નોર્મલ હવા સિવાય કેમ ભરવામાં આવે છે નાઈટ્રોજન ગેસ? 90% લોક નથી જાણતા તેના લાભ
ફિલ્ટરને રાખો સાફ
કારના એસી ફિલ્ટરને હંમેશા સાફ રાખો. જો કારનું ફિલ્ટર બગડ્યું હોય તો તેને બદલી નાખો. જો AC ફિલ્ટરને નુકસાન થાય છે તો તેમાં રહેલી ધૂળ લાંબા ગાળે AC કોમ્પ્રેસરને નુકસાન પહોંચાડે છે અને AC લાઇનને પણ ચૉક કરી શકે છે.
આ પણ વાંચોઃ ભારતમાં આવેલું છે મિની ઈઝરાયેલ, અહીં દર વર્ષે ભરાય છે યહૂદીઓનો મેળો!
સર્વિસ કરાવો
કારમાં ACને દર 4 થી 6 મહિનામાં એકવાર સર્વિસ કરાવવું જોઈએ. તેનાથી AC સાથે સંબંધિત દરેક પાર્ટ સારી રીતે કામ કરે છે અને અમુક નાની-મોટી ખરાબી દરમિયાન જાણકારી થઈ જાય છે અને કંઈક મોટું થાય તે પહેલા તેને સુધારી શકાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: AC, Ajab Gajab, કાર