ગાડી ખરાબ થઈ ગઈ અથવા પેટ્રોલ ખતમ થઈ ગયું? તો ખિસ્સામાં રહેલા iPhone થી સરળતાથી પહોંચી જશો ઘરે

આ ફોનની ખાસ વાત એ છે કે કંપનીએ AAA સાથે પાર્ટનરશિપમાં સેટેલાઇટ ઓપરેટેડ રોડસાઇડ આસિસ્ટન્સ પર ખાસ ફોકસ રાખ્યું છે. જો તમારી કાર દૂરના વિસ્તારમાં બગડે અથવા તેનું ઈંધણ ખતમ થઈ જાય તો તેવી સ્થિતીમાં આ ફોન તમારી મદદ કરી શકે છે. જોકે આ ફીચર iPhone 14માં પણ અપડેટ કરી દેવામાં આવ્યું છે. ફોન ખરીદ્યા બાદ આ ફીચરને એક્ટિવ કરતા તમને બે વર્ષ સુધી એસઓએસ અને રોડ સાઇડ અસિસ્ટેંસ ફીચરની સર્વિસ ફ્રી મળશે.
આ પણ વાંચોઃ જો આ ભૂલ કરી તો તમારી કારનું AC બની જશે પંખો, સર્વિસ દરમિયાન આ વાતોનું રાખો ખાસ ધ્યાન
કેવી રીતે કામ કરે છે આ ફીચર?
જો તમારી કાર બગડે છે, ચાવી કારમાં રહી ગઈ છે અને તે લોક છે, તમારું પેટ્રોલ ખતમ થઈ ગયું છે, ટાયર પંચર થઈ ગયું છે અથવા કોઈ પ્રકારનો અકસ્માત થયો છે. આવી કોઈપણ સ્થિતિમાં આ ફીચર કામમાં આવશે. ઘણીવાર હાઈવે અથવા દૂરના વિસ્તારોમાં સેલ્યુલર નેટવર્ક નથી મળતું. આવી સ્થિતીમાં નેટવર્ક વિના પણ એસઓએસ મેસેજ મોકલવાનું કામ કરશે. આ સેટેલાઇટથી કનેક્ટ થઈને ઈમરજન્સી ટેક્સ્ટ મોકવશે. જો કે સર્વિસ હાલ અમેરિકામાં જ ઉપલબ્ધ છે. ભારતમાં તેની શરુઆત ક્યારે થશે તેની કોઈ જાણકારી હાલ કંપની દ્વારા આપવામાં આવી નથી.
આ પણ વાંચોઃ કારના ટાયરમાં નોર્મલ હવા સિવાય કેમ ભરવામાં આવે છે નાઈટ્રોજન ગેસ? 90% લોક નથી જાણતા તેના લાભ
કોને જશે આ મેસેજ?
ઈમરજન્સીની સ્થિતીમાં મોકલવામાં આવેલો મેસેજ AAA એજન્ટને જશે. જેનાથી તમારી ચેટ દ્વારા વાત થઈ શકશે. તે તમારી જાણકારી લીધા બાદ તમારી મદદ કરશે. આ દરમિયાન જો સમસ્યા ચેટ દ્વારા જ સોલ્વ થઈ શકતી હશે તો એજન્ટ તમને સોલ્વ કરી આપશે્ અવે જો તમને ત્યાંથી બહાર નીકળવા માટે કોઈન મદદ જોઈતી હશે તો રોડ રાઇડ અસિસ્ટેંસ પણ મોકલવામાં આવશે. જોકે આ દરમિયાન કારનું રસ્તાની કિનારી પર હોવું જરુરી છે. રોડ સાઇડ અસિસ્ટેંસ કોઈપણ પ્રકારના ઑફ રોડ ટ્રેક પર મોકલવામાં નહીં આવે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, IPhone 15