કર્મચારીએ લીધી 69 દિવસની લીધી રજા, કંપનીએ નોકરીમાંથી કાઢ્યો તો બની ગયો માલામાલ

ડેઇલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર લિડલ (Lidl supermarket) નામની એક સુપરમાર્કેટ કંપની છે. આયર્લેન્ડમાં સ્થિત તેમના હેડ ઓફિસમાં 11 વર્ષ સુધી મિહાલિસ બુઇનેનકો નામના એક વ્યક્તિ કામ કરતા હતાં. પરંતુ, વર્ષ 2021માં તેના ખરાબ અટેન્ડેન્સ રેકોર્ડના કારણે તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. કંપનીએ તેની નોકરી અને રજા લેવાની પેટર્ન ચેક કરી તો જોવા મળ્યું કે મે 2021 દરમિયાન તેણે ઘણી રજાઓ લીધી. તપાસમાં જોવા મળ્યું કે વ્યક્તિએ 69 દિવસ સુધી કામ નથી કર્યુ. આશરે 10 દિવસ તે ઘરે જલ્દી જત રહ્યો અને 13 વાર પ્રશાસનની મંજૂરી લીધા વિના રજા લીધી.
આ પણ વાંચોઃ ભલભલાંને ચકડોળે ચડાવી રહ્યા છે આ ત્રિકોણ! જો તમે બુદ્ધિશાળી છો તો જણાવો સંખ્યા
વ્યક્તિએ લીધી હતી વધારે રજાઓ
કંપનીએ વકીલને કહ્યું કે કર્મચારીને નોકરીમાંથી એટલે કાઢવામાં આવ્યો કારણકે તેણે કંપનીના નિયમો તોડ્યા હતા અને પોતાની અનુપસ્થિતિ માટે સાચું કારણ નહતાં આપી રહ્યા. કંપનીએ એક રિઝનલ લોજીસ્ટિક મેનેજરને પણ કહ્યુ કે તેણે પોતાના વર્કિંગ દિવોસમાં આશરે 20 ટકા સુધીની રજાઓ પાડી છે. તેનો અર્થ થયો કે તેના કલિગએ વધારે કામ કરવું પડતુ હતું. મેનેજરે કહ્યું કે તેણે તે વ્યક્તિ સાથે વાત પણ કરી પરંતુ, તેમાં સુધારો ન આવતા તેને કાઢી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ માટી અને પાણી વિના દિવાલની તિરાડોમાંથી કેવી રીતે ઉગી જાય છે પીપળાનું ઝાડ, જાણો શું છે વૈજ્ઞાનિક કારણ
કોર્ટે આપ્યો ચોંકાવનારો નિર્ણય
ચોંકાવનારી વાત તો એ છે કે વ્યક્તિના વકીલે જ્યારે મેનેજરની ચર્ચા કરી તો, જાણલા મળ્યું કે 69 દિવસની જે રજાઓ લીધી તે અનઑથોરાઇઝ્ડ નહતી, તેણે કંપનીની સિક લીવ પૉલિસી ફોલો કરી હતી. મેનેજરે એ પણ કહ્યું કે કંપનીએ તેને ઞક્યૂપેશનલ હેલ્થ અસેસમેન્ટ માટે રિફર નહતું કર્યુ. વ્યક્તિએ કોર્ટમાં જણાવ્યું કે 4 જૂવ 2021એ તેને નોકરીમાંથી નીકાળી દેવામાં આવ્યો હતો. વ્યક્તિએ જણાવ્યું કે 69 દિવસની રજાને ડૉક્ટરે સર્ટિફાઇ કરી હતી. જેમાં હોસ્પિટલ સ્ટે, બૅક પેન વગેરે સામેલ છે. વ્યક્તિએ જણાવ્યું કે તેની નોકરી જવાથી તેને ઘણું નુકસાન થયું છે. જ્યારે કંપનીએ નિયમોને વાંચ્યા તો તેમાં સિક લીવનો કોઈ ઉલ્લેખ નહતો. ત્યારબાદ કોર્ટે નિર્ણય આપ્યો કે તેણે 16,000 યૂરો (14 લાખ રુપિયા) મળવા જોઈએ, આ પ્રકારે નોકરી ગયા બાદ પણ તે માલામાલ બની ગયા હતાં. કોર્ટે તેના પક્ષમાં સુનાવણી કરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Employees, Job, Resignation