વિમાનમાં સિગારેટ પીવાની પરવાનગી નથી તો એશટ્રે કેમ રાખવામાં આવે છે? 99 ટકા લોકો નથી જાણતા જવાબ

લોકોના મનમાં ચાલી રહેલા આ સવાલનો જવાબ UKના એક ફ્લાઈટ એટેન્ડન્ટે આપ્યો. 1998 થી યુકેની ફ્લાઇટ્સ પર ધૂમ્રપાન પર પ્રતિબંધ છે. પરંતુ કેટલાક લોકોએ જોયું છે કે આજે પણ ઘણા વિમાનો, ખાસ કરીને નવા વિમાનોમાં, શૌચાલયોમાં એશટ્રે છે. જો કે, આનો અર્થ એ નથી કે તમે ફ્લાઈટમાં સિગારેટ પી શકો છો. શૌચાલયોમાં એશટ્રેનું એક ખાસ કારણ છે.
આ પણ વાંચોઃ આ એક બટન દબાવતા જ 10% સુધી ડીઝલમાં થશે બચત, કારમાં અહીં આવેલું છે આ શાનદાર ફીચર
જાણો શું છે અસલી કારણ
એર હોસ્ટેસે ડેઇલી એક્સપ્રેસમાં આ સિક્રેટ વિશે જણાવ્યુ હતું. તેઓએ કહ્યું કે અમુક એવા લોકો હોય છે જેને ના પાડ્યા છતાં તેઓ ટોયલેટમાં સિગારેટ સળગાવે છે. તેમને અરેસ્ટ તો કરી લેવામાં આવે છે પરંતુ, તે સળગેલી સિગારેટને ઓલવવા માટે ત્યાં એશટ્રે રાખવામાં આવે છે.
આ પણ વાંચોઃ ઓ બાપ રે! સુહાગરાતે જ દુલ્હનનું ખુલ્યું એવું રાઝ, ડિપ્રેશનમાં જતો રહ્યો પતિ
જો કોઈ સિગારેટ પીતા પકડાય તો તેની સિગારેટને કાગળથી ભરેલા ડસ્ડબિનમાં ફેંકવામાં નથી આવતી. આવી સ્થિતીમાં એશટ્રે બનાવવામાં આવે છે. જેના કારણે કોઈપણ ગંભીર અકસ્માત થતા અટકાવી શકાય.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Airplane, Ajab Gajab, Smoking