‘પત્નીએ હનીમૂન પર પહેર્યા વાંધાજનક કપડાં’! વકીલે જણાવ્યાં ડિવોર્સના અજીબ કારણો, જેના કારણે ડિવોર્સ લે છે લોકો

તાન્યા કૌલ નામની એક મહિલા, ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર અને વકીલ છે. તે સોશિયલ મીડિયા પર કાયદા સાથે જોડાયેલા એવા વીડિયો બનાવે છે જે સરળ રીતે લોકોને તેમના અધિકારો વિશે જણાવે છે. હાલમાં જ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણે જણાવ્યું છે કે આજકાલ લોકો અજીબોગરીબ કારણો માટે એકબીજાથી ડિવોર્સ લઈ રહ્યા છે. તેણે વીડિયો પોસ્ટ કરીને લખ્યું, – “આખરે લગ્ન કરવા જ કેમ છે?”
આ પણ વાંચોઃ વિમાનમાં સિગારેટ પીવાની પરવાનગી નથી તો એશટ્રે કેમ રાખવામાં આવે છે? 99 ટકા લોકો નથી જાણતા જવાબ
વકીલે જણાવ્યા ડિવોર્સના કારણ
વીડિયો દ્વારા તેણે જણાવ્યું કે, કોઈએ ડિવોર્સનો આધાર એ રાખ્યો હતો કે પત્નીએ હનીમૂન પર વાંધાજનક કપડાં પહેર્યા અને ખરાબ રીતે તૈયાર થઈ હતી. આ સિવાય કોઈ પત્નીએ ડિવોર્સ માટે એવું કારણ આપ્યું કે તેનો પતિ તેને ખૂબ જ પ્રેમ કરે છે અને ઝઘડો નથી કરતો. એકે જણાવ્યું કે પતિ યૂપીએસસીની તૈયારી કરે છે અને તેને સમય નથી આપી રહ્યો. વળી, એકવાર તેની સામે જે ડિવોર્સનું કારણ આવ્યું, તે એવું હતું કે પત્નીએ પતિને પગે લાગવાની ના પાડી દીધી હતી. એકે કારણ આપ્યું હતું કે પત્નીને ખાવાનું બનાવતા નથી આવડતું તેના કારણે નાસ્તો કર્યા વિના ઘરેથી જવું પડે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Divorce