જો પેટ્રોલને ગેસ પર ગરમ કરવામાં આવે તો? શું ગેસ સળગાવતા આગ લાગી જશે કે પાણીની જેમ ઉકળવા લાગશે?

પેટ્રોલ ગરમ કરવા પર શું થશે?
પહેલા જણાવી દઈએ કે કઈ વસ્તુમાં આગ ક્યારે લાગે છે? હકીકતમાં, કોઈપણ વસ્તુમાં આગ બે પ્રકારે લાગે છે. એક તો જ્યારે આગ લાગે છે, ત્યારે તેમાં એક્સટર્નલ ફ્લેમનો ઉપયોગ થાય એટલે કે કોઈ વસ્તુને આગ દ્વારા સળગાવવામાં આવે. જેવી રીતે કોઈ સિગારેટ સળગાવવામાં આવે છે તો આગથી સળગવા લાગે છે. તેનાથી ઉંધુ જ્યારે આગ લાગે છે, જેમકે અમુક સામાનને વધારે ટેમ્પ્રેચરમાં રાખવામાં આવે તો આગ લાગી જાય છે. જેવું જ કાગળ અથવા કોઈ સૂકા ટાઇટમ પર વધુ પ્રકાશ નાંખવામાં આવે તો તેમાં આગ લાગી જાય છે. જે તમે લેન્સ દ્વારા પણ કર્યુ હશે. તેમાં અલગથી આગની જરુરત નથી અને નિશ્ચિત તાપમાન પર આવ્યા બાદ આગ લાગી જાય છે.
આ પણ વાંચોઃ આ ગ્રહ પર થઈ રહ્યો છે હીરાનો વરસાદ, જાણો ધરતી પર કેવી રીતે લાવી શકાશે?
એવું જ પેટ્રોલની સાથે પણ થાય છે. જ્યારે પેટ્રોલને આગ અથવા તેના તણખલાંના સંપર્કમાં આવશે તો તેમાં આગ લાગી જશે. આ સિવાય જો પેટ્રોલનું તાપમાન 280 ડિગ્રીથી વધારે હોય છે તો તેમાં આગ લાગી શકે છે. પરંતુ, જ્યારે પેટ્રોલને ગેસ પર રાખીને ગરમ કરવામાં આવે તો તેમાં આગ લાગશે નહીં. પેટ્રોલને ગરમ કરવા પર આગ લાગતી નથી અને ધીમે-ધીમે તે ઉડી જાય છે. જો તમે એક વાસણમાં એક લીટર પેટ્રોલ ગરમ કરશે તો થોડીવારમાં તે ધીમે-ધીમે ઓછું થઈ જાય છે.
ઘણી યુટ્યુબ ચેનલ પર તેને લઈને ટેસ્ટ પણ કરવામાં આવે છે, જેમાં વીડિયો રેકોર્ડ કરીને બતાવવામાં આવ્યો છે કે જ્યારે પેટ્રોલને ગરમ કરવામાં આવે તો શું થાય. આ વીડિયોમાં પણ જોવા મળે છે કે જ્યારે પેટ્રોલને ગરમ કરવામાં આવે છે તો તે ઉડી જાય છે તેમાં આગ નથી લાગતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Petrol