આ ગ્રહ પર થઈ રહ્યો છે હીરાનો વરસાદ, જાણો ધરતી પર કેવી રીતે લાવી શકાશે?

અમે તમને અમુક એવા ગ્રહો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં હીરા હાજર છે. નેપ્ચ્યુન અને યૂરેનસ એવા ગ્રહ છે, જેના પર હીરા હાજર છે. જોકે પૃથ્વીથી યૂરેનસ 17 ગણો મોટો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેનો કોઈ આકાર પણ નથી, પરંતુ અહીં હીરાનો વરસાદ થાય છે. અહીંનું વાતાવરણ આ પ્રકારનું છે. અહીં ભારે માત્રામાં હીરા મળે છે.
યૂરેનસ અને નેપ્ચ્યુન ગ્રહ પર ઘણી મોટી માત્રામાં મીથેન ગેસ હાજર છે. આપણે બધા લોકો જાણીએ છીએ કે હાઇડ્રોજન અને કાર્બન હોય છે. તેનું રાસાયણિક સૂત્ર CH₄ હોય છે. જ્યારે નેપ્ચ્યૂન અને યૂરેનસ પર મીથેનનો દબાવ પડે છે. તો હાઈડ્રોજન અને કાર્બનના બૉન્ડ તૂટે છે. જ્યારબાદ કાર્બન હીરમાં પરિવર્તિત થઈ જાય છે. ત્યારબાદ ત્યાં હીરાનો વરસાદ થાય છે.
આ ગ્રહ ધરતીથી બિલકુલ અલગ છે. કેમકે અહગીં એવી સ્થિતી છે કે ધરતીનો કોઈ જીવ અહીં જીવિત નથી રહી શકતો. આ ગ્રહો પર જીવનની સંભાવના ઝીરો છે. જો અહીંના તાપમાનની વાત કરવામાં આવે તો તે શૂન્યથી લગભગ 200 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જતું રહે છે.
આ પણ વાંચોઃ વિમાનમાં સિગારેટ પીવાની પરવાનગી નથી તો એશટ્રે કેમ રાખવામાં આવે છે? 99 ટકા લોકો નથી જાણતા જવાબ
આ ગ્રહો પર મિથેન ગેસ બરફની જેમ જામી જાય છે અને જ્યારે હવા ચાલે છે તો વાદળોની જેમ ઉડતી રહે છે. અહીંની જમીન સંપૂર્ણ રીતે સમતલ છે અને હવાઓ સુપરસોનિક ગતિથી ચાલે છે. જેની સ્પીડ 1500 મીલ/કલાક હોય છે.
અહીં વાયુમંડળમાં સંઘનિત કાર્બન છે જેના કારણે અહીં હીરાનો વરસાદ થાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં હીરા કોઈને મળી નથી શકતાં. કારણકે, અહીં ઠંડી ખૂબ જ પડે છે જેનાથી બચવું ખૂબ જ મુશ્કેલ હોય છે જ્યાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Diamonds, Space Station