web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

આ એક બટન દબાવતા જ 10% સુધી ડીઝલમાં થશે બચત, કારમાં અહીં આવેલું છે આ શાનદાર ફીચર

0

આજના સમયમાં મોટાભાગના લોકો પાસે કાર છે. કાર ખરીદવું તો લોકોને સરળ લાગે છે પરંતુ, તેમાં ઈંધણ ભરવાનું ખૂબ જ મુશ્કેલ છે. દિન-પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધતો જઈ રહ્યો છે. એવામાં લોકો કાર પર ચઢતા પહેલા વિચાર કરે છે.

પરંતુ, શું તમે જાણો છો કે કારની અંદર એક એવું બટન પણ છે જેને દબાવતા જ કારમાં ઉપયોગમાં લેવાતા ઈંધણનો દસ ટકા સુધી ઓછું કરી શકે છે. જી હાં, આ આઈડિયા મોટાભાગનો લોકોને નથી ખબર હોતી.

આ પણ વાંચોઃ ઓ બાપ રે! સુહાગરાતે જ દુલ્હનનું ખુલ્યું એવું રાઝ, ડિપ્રેશનમાં જતો રહ્યો પતિ

કાર એક્સપર્ટે ગાડીમાં હાજર આ સીક્રેટ બટન વિશે જણાવ્યું. તેણે જણાવ્યું કે એક બટનને દબાવતા જ તમારી કારમાં વપરાતા ઈંધણનો વપરાશ દસ ટકા સુધી ઘટી જાય છે. તેના વિશે ઘણાં લોકોને જાણકારી નથી હોતી. જો તમને પણ આ વાતની જાણકારી નથી, તો આ ન્યૂઝ વાંચ્યા બાદ તમે પણ પોતાની કારનું ઈંધણ બચાવી શકો છો.

આ પણ વાંચોઃ આ છોકરીનો ધંધો સાંભળીને ભલભલાં ચોંકી ગયા! બગલના વાળ બતાવીને કરે છે કરોડોની કમાણી

કેવી રીતે કામ કરે છે આ બટન?

LeaseCarના સ્પોક્સપર્સનની ટીમ અલકૉકે જણાવ્યું કે આ બટન બહારની તમામ હવાને બ્લોક કરી દે છે. ત્યારબાદ અંદરની હવાને પાછું એસીની અંદર નાખી દે છે જેનાથી કારની ઠંડક બની રહે છે. જ્યારે કારમાં ઠંડક બની રહે છે તો ફ્યૂલનો વપરાશ ઓછો થાય છે. રિસર્ક્યુલેશન બટનના કારણે કારના પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં કમી જોવા મળશે. તો આજે જ તમે પણ કારમાં રિસર્ક્યુલેશન બટનની શોધ શરુ કરી દો.

First published:

Tags: Ajab Gajab, Auto car

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW