હવે ચાંદ પર ચાલશે કાર! યૂરોપીય સ્પેસ એજન્સીએ શેર કર્યો વીડિયો, બતાવ્યું કેવી રીતે બનશે રસ્તો

યૂરોપીય સ્પેસ એજન્સી (ESA)એ વીડિયો સાથે કેપ્શન લખ્યું, આપણે જ્યાં જઈ રહ્યા છો ત્યાં રસ્તાની જરુરત છે! ચંદ્રમા પર અપઘર્ષક, ચીકણું, ધૂળને દૂર રાખવા માટે અંતરિક્ષ યાત્રીઓને પાક્કા રસ્તા અને લેન્ડિંગ પૅડની આવશ્યકતા થશે. પરંતુ, ચંદ્રમા પર રસ્તો કેવી રીતે બની શકે છે? આ વીડિયોમાં જુઓ. બાદમાં એક ક્લિપ ખુલે છે, જેમાં તમે ચાંદની જમીન પર કાર ચલાવતા જોઈ શકો છો. તમે જુઓ કે કાર ચલાવવું કેટલું મુશ્કેલ છે. એવું લાગી રહ્યું છે કે રેતી પર કાર ચલાવવામાં આવી રહી છે. તે નીચેની તરફ ખેંચાઈ રહી છે. એવામાં ચાલવા માટે રસ્તાની જરુર પડશે, પરંતુ રોડ બનશે કેવી રીતે? તો જવાબ છે લૂનર રોડ (Lunar Road). સાઇન્ટિસ્ટ અનુસાર, જ્યારે અંતરિક્ષ યાત્રી ચાંદની જમીન પર બાદમાં પહોંચશો તો સંભવતઃ તેને ચાલવાની બદલે ડ્રાઈવ કરવાનું પસંદ કરશે. એવામાં ચંદ્રમાની ધૂળને હટાવવા માટે લૂનર રોડનો ઉપયોગ કરશે.
આ પણ વાંચોઃ જેટલી સુંદર છે તેટલી જ ભયાનક છે આ છોકરી! કરિયર વિશે જાણતા જ ઊભી પુંછડીએ ભાગે છે લોકો
ચીકણી ધૂળ હટાવવાની રીત શોધી
સાઇન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પબ્લિશ એક રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોને ચાંદ પર જામેલી ચીકણી ધૂળને હટાવવાની રીત શોધી છે. તેને લેઝર દ્વારા ઓગાળીને રસ્તો બનાવવામાં આવશે. જણાવી દઈએ કે, જ્યારે અપોલો મિશન ગયું તો તે ધૂળના કારણે ઉપકરણ અને સ્પેસસૂટ ખરાબ થઈ ગયા હતાં. અપોલો 17 ચંદ્ર રોવરનું ફેન્ડર તો ધૂળથી એટલું ઢંકાઈ ગયુ હતું કે તેના વધુ પડતાં ગરમ થઈને ખરાબ થવાનું જોખમ આવી ગયુ હતું. જોકે, બાદમાં અંતરિક્ષ યાત્રીઓએ તેને સુધારી લીધું. આ પ્રકારે સોવિયત સંઘવનું લૂનોકોડ 2 રોવર ઓવરહીટિંગના કારણે નષ્ટ થઈ ગયું હતું. કારણકે, ધૂળમાં તેનું રેડિએટર ઢંકાઈ ગયુ હતું.
આ પણ વાંચોઃ દુનિયાનું સૌથી સુંદર ગામમાં કેમ નથી રહેતા લોકો? 90 ઘરોમાં વસે છે ફક્ત એક બાળક, કારણ જાણીને ચોંકી જશો
“Where we’re going we DO need roads!”
To keep abrasive, sticky, lunar dust at bay on the Moon, astronauts will need paved roads and landing pads.
But how can we build roads on the Moon?
https://t.co/OXsm2UckI9 pic.twitter.com/ieCgzJ3Y8a
— ESA (@esa) October 22, 2023
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Auto car, Science, Space tour