શું કોલ્ડ ડ્રિંક અને પાણી ઠંડુ કરવા દુકાનદાર MRP કરતાં વધારે પૈસા વસુલે છે? જાણો વધારાના પૈસા કઈ રીતે બચાવવા

શું કહે છે કાયદો?
સેન્ટ્રલ મેટ્રોલોજી એક્ટ મુજબ, જો કોઈ રિટેલર કૂલિંગ, પરિવહન વગેરે જેવી વસ્તુઓના બહાને ગ્રાહકો પાસેથી MRP કરતા વધુ ચાર્જ વસૂલ કરે છે, તો તે કાયદેસર ગુનો છે. એટલું જ નહીં આવા ધંધાર્થીઓ પર 2000 રૂપિયાના દંડની પણ જોગવાઈ છે.
આ પણ વાંચોઃ કયા જાનવરના દૂધમાં હોય છે આલ્કોહોલ? પીતા જ ચઢવા લાગે છે નશો
હકીકતમાં, જ્યારે પણ કોઈ વસ્તુની MRP નક્કી કરવામાં આવે છે, ત્યારે તે વસ્તુના ઉત્પાદનના ખર્ચની સાથે તેના સંગ્રહ, પરિવહન વગેરે પર થતા ખર્ચનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે અને તે પછી જ તે વસ્તુની મહત્તમ છૂટક કિંમત નક્કી કરવામાં આવે છે. તેથી કોઈપણ રિટેલર માટે વધુ પૈસાની માંગણી કરવી ખોટું છે.
આ પણ વાંચોઃ મોતના કૂવાથી પણ ખતરનાક છે આ રસ્તો, જોતા જ આવી જશે ચક્કર!
ફરિયાદ ક્યાં કરવી?
જો કોઈ રિટેલર અથવા દુકાનદાર તમારી પાસેથી MRP કરતાં વધુ પૈસાની માંગ કરે છે, તો તમારે તરત જ નેશનલ કસ્ટમર હેલ્પલાઈન નંબર 1915 પર કૉલ કરવો જોઈએ અને તમારી ફરિયાદ નોંધાવવી જોઈએ. જો તમે ઇચ્છો તો, તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન વેબસાઇટ https://consumerhelpline.gov.in/ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Consumer, Consumer Forum