મોતના કૂવાથી પણ ખતરનાક છે આ રસ્તો, જોતા જ આવી જશે ચક્કર!

ટ્વિટર એકાઉન્ટ @TheFigen_ પર અવારનવાર ચોંકાવનારા વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં રસ્તો જોવા મળી રહ્યો છે જે પહાડી વિસ્તારમાં બનેલો છે. આ એટલો આડો-અવળો છે, કે તેને ફક્ત જોઈને જ તેના પર યાત્રા કરવાનો ડર લાગશે, આ રસ્તાનું નામ 24-Zing Road છે જે ચીનના ગુઇજો પ્રાંતમાં છે. આ રોડની ખાસિયત છે કે તેમાં 24 આડા અવળા વળાંક છે, જે એટલા વધારે વળાંકવાળા છે કે તેનાથી ગાડી પલટવાનું જોખમ પણ રહેલું છે.
આ પણ વાંચોઃ હવે ચાંદ પર ચાલશે કાર! યૂરોપીય સ્પેસ એજન્સીએ શેર કર્યો વીડિયો, બતાવ્યું કેવી રીતે બનશે રસ્તો
ચીનમાં છે આ રોડ
ડેન્જર્સ રોડ્સ વેબસાઈટ રિપોર્ટ અનુસાર આ રોડનું નિર્માણ 1935માં પૂરો થયો હતો. આ રોડ હવે સક્રીય રુપથી ઉપયોગ નથી કરવામાં આવતો, પરંતુ શોર્ટકટના ચક્કરમાં બાઇકર્સ અથવા ત્રણ પૈડાવાળા વાહનનો ઉપયોગ કરી શકાય છે. આ રોડ ફક્ત 4 કિમીનો છે. નીચે ક્વિંગ લોન્ગ કસ્બા હાજર છે. રોડ 5 મીટર પહોળો છે. ઘણાં રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અહીં ઘણાં ટ્ર્ક્સ પણ પલટી ચુક્યાં છે.
આ પણ વાંચોઃ જેટલી સુંદર છે તેટલી જ ભયાનક છે આ છોકરી! કરિયર વિશે જાણતા જ ઊભી પુંછડીએ ભાગે છે લોકો
વીડિયો થઈ રહ્યો છે વાયરલ
આ રોડ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બનેલો હતો જેનાથી ચીન, જાપાની હુમલાથી બચી શકે. તે દરમિયાન આ રસ્તાથી દરરોજ લગભગ 2000 ટ્રક પસાર થતા હતાં. વર્ષ 2006માં આ રોડ, એક રાષ્ટ્રીય ધરોહર બની ગઈ. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોડના વળાંક કેટલા ખતરનાક છે. ટ્વિટર પર આ રોડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેને 34 લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે અને ઘણાં લોકો કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Road