ટ્રેનોમાં પ્રવાસીઓનો સામાન તફડાવનાર રીઢો આરોપી ઝડપાયો

Updated: Oct 24th, 2023
– ઝડપાયેલા સૈફઅલી પાસેથી લેડીઝ પસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા, તા. 24 ઓક્ટોબર 2023, મંગળવાર
વડોદરા રેલ્વે સ્ટેશનની દક્ષિણે આવેલ જેતલપુર બ્રીજ નીચેથી એક શંકાસ્પદ ઇસમ લેડીઝ પર્સ સાથે મળી આવતા તેને રોકી તેનુ નામઠામ પુછતા તે પોતાનું નામ સૈફઅલી સોકતઅલી પઠાણ, ઉ.વ.25, ધંધો મજુરી, રહે.કાસમ આલા કબ્રસ્તાન, શ્રીનાથ પેટ્રોલપંપ કારેલીબાગ, વડોદરાનું જણાવેલ અને તેની પાસેથી ત્રણ અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન, બ્લુ ટુથ ઇયરફોન, લેડીઝ ઘડિયાળ, તથા પરચુરણ સામાન મળી કુલ કિ.રૂા.47,560/- ની મત્તાનું કાળા રંગનું લેડીઝ પર્સ મળી આવતા તેની પાસે લેડીઝ પર્સ અંગે આધાર પુરાવા માંગતા તે રજુ કરી શકેલ નહી.
જેથી રેલવે એલસીબી પોલીસે લેડીઝ પર્સ તપાસ અર્થે કબજે કરી, ઝડપાયેલા ઇસમને CRPC કલમ 41(1)ડી મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આરોપી અગાઉ કારેલીબાગ પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશન, સીટી પોલીસ સ્ટેશન તથા હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે મારા મારી તથા ટ્રાફીક નિયમન ભંગના ગુનાઓમાં પકડાયેલ છે.