જેટલી સુંદર છે તેટલી જ ભયાનક છે આ છોકરી! કરિયર વિશે જાણતા જ ઊભી પુંછડીએ ભાગે છે લોકો

મહિલાનું નામ અમાન્ડા પૉલસન (Amanda Paulson) છે. મહિલા આમ તો સામાન્ય લોકોની જેમ પોતાના ખર્ચા પૂરા કરવા માટે નોકરી કરે છે. પરંતુ, તેની નોકરી વિશે જાણીને તમે તેનાથી દૂરી રાખવામાં જ તમારી ભલાઈ સમજશો. આખરે મહિલા એવું તો શું કામ કરે છે, જેનાથી સામાન્ય લોકો આટલું ડરે છે.
આ પણ વાંચોઃ દુનિયાનું સૌથી સુંદર ગામમાં કેમ નથી રહેતા લોકો? 90 ઘરોમાં વસે છે ફક્ત એક બાળક, કારણ જાણીને ચોંકી જશો
પ્રોફેશન સાંભળીને જ ભાગી જાય છે લોકો!
ડેઇલી સ્ટારના રિપોર્ટ અનુસાર, અમાન્ડા પૉલસન યૂનાઇટેડ સ્ટેટ્સની રાજધાની વોશિંગ્ટનમાં રહે છે. આમ તો એક રિસર્ચર છે પરંતુ, તે જે વસ્તુ પર રિસર્ચ કરે છે તે બધાના બસની વાત નથી. હકીકતમાં અમાન્ડા પેરાનોર્મલ વસ્તુઓ એટલે કે, ભૂત-પ્રેતોથી જોડાયેલી વસ્તુઓને શોધવાનું કામ કરે છે. 18 વર્ષની ઉંમરથી જ તે કરિયરના રુપે ભૂત-પ્રેતની શોધ કરે છે અને તેને તે ખૂબ જ દિલચસ્પ લાગે છે. તે ભૂતિયા જગ્યા પર જાય છે અને ભૂતો સાથે વાત પણ કરે છે. ઘણાં લોકોને આ વાત મજાક લાગે છે તો અમુક લોકો તેનાથી ડરે છે પરંતુ, અમાન્ડાને આ પસંદ છે.
આ પણ વાંચોઃ કેમ સંભાળીને રાખવામાં આવ્યુ છે આઈન્સ્ટાઈનનું મગજ? જાણો કોણે ચોર્યુ અને તેનો શું ઉપયોગ થયો
બાળપણથી જ ભૂતિયા ઘરમાં રહે છે…
અમાન્ડા બાળપણથી જે ઘરમાં રહે છે, ત્યાં ભૂતિયા ચીજ વસ્તુઓ જોવા મળે છે. પહેલીવાર 7 વર્ષની ઉંમરમાં જ તેણે પહેલા પેરાનોર્મલ અનુભવ કર્યો હતો. તેને પોતાની ઢીંગલીન પોતાની જગ્યાએથી રાત્રે ચાલતી જોવા મળી હતી. પહેલા તો તેને ડર લાગી પરંતુ બાદમાં તેનો તેમાં રસ વધ્યો. તે ભૂત સાથે જોડાયેલી પુસ્તકો વાંચે છે અને પહેલીવાર ઑઉઇઝિયા બોર્ડ નામના ભૂતિયા ગેમ દ્વારા એક 1800માં મરી ચુકેલા માણસના ભૂત સાથે વાત કરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Danger, Ghost