જામનગર ગોકુલનગર રાજપૂત સમાજના યુવાનો દ્વારા વિજયાદશમી નિમિત્તે બાઈક રેલી

Updated: Oct 24th, 2023
Image Source: Wikipedia
જામનગર, તા. 24 ઓક્ટોબર 2023 મંગળવાર
જામનગરમાં ગોકુલનગર રાજપૂત સમાજના યુવાનો દ્વારા આજરોજ વિજયાદશમીના પર્વ પર એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપૂત સમાજના યુવા અગ્રણીઓ તલવાર ધારણ કરી જોડાયા હતા. આ બાઈક રેલી આજે સવારે ગોકુલનગર વિસ્તારથી નીકળી હતી. જે શહેરના રાજમાર્ગો પર ફરી લાલ બંગલા ખાતે આવેલા રાજપૂત સમાજની વાડીએ પૂર્ણ કરવામાં આવી હતી.