જામનગરના પોલીસ હેડ કવાર્ટર ખાતે શાસ્ત્રોકત વિધિથી શસ્ત્રપૂજન

Updated: Oct 24th, 2023
Image Source: Freepik
જામનગર, તા. 24 ઓક્ટોબર 2023 મંગળવાર
જામનગરના પોલીસ હેડ કવાર્ટર ખાતે આજરોજ વિજયાદશમીના શુભ પર્વ નિમિત્તે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દળમાં ઉપયોગી એવા શસ્ત્રોને ગોઠવીને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમજ અન્ય અધિકારી અને કર્મચારીઓએ શસ્ત્રોનું શાસ્ત્રોકત વિધિથી મંત્રોચ્ચાર દ્વારા પૂજા કરવામાં આવી હતી. તેમજ પોલીસ દળમાં ઉપયોગમાં લેવાતા અશ્વની પણ તિલક કરી પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, શહેર–ગ્રામ્ય ડીવાય એસ પી તેમજ પોલીસ ઈન્સ્પેકટરો અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.