ઘઉં સાફ કરવાનો દેશી જુગાડ, ટેબલ અને કુલરથી બનાવ્યો શાનદાર મશીન

તમે જૂના જમાનામાં લોકોને ટોપલીમાંથી ઘઉંને સાફ કરવા હવામાં છોડતા જોયા હશે. આ કામમાં ઘણો સમય અને મહેનત લાગે છે પરંતુ હવે આ માટે મોટા મશીનો આવવા લાગ્યા છે. જો કે, જેઓ સ્માર્ટ છે, તેઓ તેને સસ્તા અને ટકાઉ જુગાડથી બદલી દે છે. આ વીડિયોમાં પણ એક વ્યક્તિ આવું જ કરતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ ગેસ સિલિન્ડર પર લખેલી આ તારીખ ખાસ ચેક કરી લેજો, નહીંતર થઈ જશે બ્લાસ્ટ!
કુલર અને ટેબલમાંથી બનાવ્યું મશીન
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોખંડના કુલર પર પ્લાસ્ટિકનો સ્ટૂલ મૂકવામાં આવ્યો છે. સ્ટૂલમાં ચાર છિદ્રો છે, જેમાંથી ત્રણને ટેપની મદદથી બંધ કરવામાં આવ્યા છે. આ સ્ટૂલની અંદર ઘઉં ભરવામાં આવ્યા છે. જ્યારે કૂલર ચાલે છે, ત્યારે સ્ટૂલ પણ વાઇબ્રેટ થાય છે અને ઘઉં ધીમે ધીમે નીચે પડવા લાગે છે. આ રીતે કુલરમાં રહેલો કચરો પંખાની હવાથી ઉડીને સાફ થઈ જાય છે.
આ પણ વાંચોઃ શું કોલ્ડ ડ્રિંક અને પાણી ઠંડુ કરવા દુકાનદાર MRP કરતાં વધારે પૈસા વસુલે છે? જાણો વધારાના પૈસા કઈ રીતે બચાવવા
જુગાડથી ઈમ્પ્રેસ થયા લોકો
આ જુગાડનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર fun__reels_wale નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 5 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે, જ્યારે લાખો લોકોએ તેને જોઈ પણ લીધો છે. આ વીડિયો ખૂબ જ ફની છે, પરંતુ મશીન બનાવનારનું ગજબનું દિમાગ છે. આ જુગાડવાળો વીડિયો જે પણ જુએ છે તે લોકો બનાવનારાની ક્રિએટિવિટીના વખાણ કરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Jugad, Social media, Viral videos