ગેસ સિલિન્ડર પર લખેલી આ તારીખ ખાસ ચેક કરી લેજો, નહીંતર થઈ જશે બ્લાસ્ટ!

ભારતમાં એલપીજી સિલિન્ડરનો વ્યાપક ઉપયોગ થાય છે. તેમ છતાં, મોટાભાગના લોકોને એલપીજી સિલિન્ડર પર એક્સપાયરી ડેટ ક્યાં લખેલી છે તેની જાણ નથી. ચાલો આજે તમને આ માહિતી આપીએ.
આ પણ વાંચોઃ કયા જાનવરના દૂધમાં હોય છે આલ્કોહોલ? પીતા જ ચઢવા લાગે છે નશો
આ જગ્યાએ લખેલી હોય છે એક્સપાયરી ડેટ
તમે નોંધ્યું હશે કે એલપીજી સિલિન્ડરની ટોચ પર ત્રણ પટ્ટાઓ પર મોટા અક્ષરોમાં એક કોડ લખાયેલો છે. હકીકતમાં આ સિલિન્ડરની એક્સપાયરી ડેટ છે. આ કોડ A-24, B-25, C-26 અથવા D-27 છે. આ કોડમાં ABCD અક્ષરો મહિનાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેની પાછળ લખેલા નંબરો વર્ષ વિશે માહિતી આપે છે. ચાલો હવે સમજીએ કે આ કોડ્સ સિલિન્ડરની એક્સપાયરી ડેટ કેવી રીતે દર્શાવે છે. આ કોડને ટેસ્ટ ડ્યૂ ડેટ પણ કહેવામાં આવે છે.
આ પણ વાંચોઃ શું કોલ્ડ ડ્રિંક અને પાણી ઠંડુ કરવા દુકાનદાર MRP કરતાં વધારે પૈસા વસુલે છે? જાણો વધારાના પૈસા કઈ રીતે બચાવવા
ABCD નો અર્થ
ABCDમાં, દરેક અક્ષરને ત્રણ મહિનાના જૂથોમાં વહેંચવામાં આવે છે.
- A એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ
- B એટલે એપ્રિલ, મે અને જૂન
- C એટલે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર
- D એટલે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર.
ઉદાહરણ તરીકે, જો તમારા સિલિન્ડર પર C-23 લખેલું હોય, તો તેનો અર્થ એ છે કે સિલિન્ડર ઓક્ટોબર અને ડિસેમ્બર 2023ની વચ્ચે સમાપ્ત થઈ જશે.
આ કારણે લખવામાં આવે છે એક્સપાયરી ડેટ
એક સિલિન્ડરની ઉંમર 15 વર્ષ હોય થે, આ સમયગાળા દરમિયાન તેનું બે વાર ટેસ્ટિંગ થાય છે. પહેલા 10 વર્ષ બાદ અને બીજું 5 વર્ષ બાદ. હકીકતમાં સિલિન્ડર પર લખેલી તેની એક્સપાયરી ડેટ જ તેની ટેસ્ટિંગ ડેટ હોય છે. આ તારીખ બાદ તેને ફરીથી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે અને બાદમાં ચેક કરવામાં આવે છે કે તેનો હજું ઉપયોગ કરી શકાશે કે નહીં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Gas Cylender