web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

સૂર્યાને માંડ એક ચાન્સ મળ્યો એમાં પણ રનઆઉટ થયો, વિરાટે કોહલીએ જાણી જોઈને કર્યું આવું?

0

નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે વર્લ્ડ કપ ( WORLD CUP 2023 ) માં જોરદાર સ્પર્ધા જોવા મળી હતી આ મેચમાં ભારતીય ટીમ મોટા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી હતી, જેમાં સૂર્યકુમાર યાદવનું ( SURYAKUMAR YADAV) એક નામ જોડાયું હતું. આ મેગા ઈવેન્ટમાં સ્કાય માટે આ સુવર્ણ તક હતી. પરંતુ આ મેચ શ્રી 360 ડિગ્રી પ્લેયર માટે દુઃસ્વપ્ન સાબિત થઈ. સ્કાય કમનસીબે ખૂબ જ ખરાબ રન આઉટનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ આ માટે વિરાટ કોહલીને જવાબદાર ઠેરવી રહ્યા છે.

આ મેચમાં બેટિંગમાં કેએલ રાહુલની વિકેટ બાદ ન્યૂઝીલેન્ડે મેચમાં પુનરાગમન કર્યું હતું. જે બાદ કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો. સ્કાયે મક્કમ શરૂઆત કરી હતી અને જ્યારે તે રનઆઉટ થયા પહેલા તેણે  4 બોલમાં માત્ર 2 રન બનાવ્યા હતા.

social media tweet on suryakumar yadav runout virat kohli

social media tweet on suryakumar yadav runout virat kohli

સ્કાય ઓફ સાઈડ પર સેન્ટનરનો એક સ્પિન થતો બોલ રમી અને રન માટે દોડ્યો હતો. બીજા છેડેથી વિરાટ કોહલી પણ ક્રિઝની બહાર નીકળી ગયો હતો, પરંતુ બંને ખેલાડીઓની નજર બોલ પર હતી. વિરાટે ફિલ્ડરના હાથમાં બોલ જોયો કે તરત જ તેણે પાછા જવાનું નક્કી કર્યું. પરંતુ ત્યાં સુધીમાં સૂર્યકુમાર યાદવ બીજા છેડે પહોંચી ગયો હતો. તે પાછો વળે ત્યાં સુધીમાં વિકેટકીપરે વિકેટો વેરવિખેર કરી દીધી હતી. હવે આ રનઆઉટે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

લોકો આ માટે વિરાટ કોહલીને દોષિત ઠેરવી રહ્યા છે. જો કે ભારત વિરાટની ઇનિંગનાં કારણે જ જીત્યું હતું. પણ સૂર્યકુમારનાં રનઆઉટ માટે તેને સ્વાર્થી જાહેર કરી દેવમાં આવ્યો હતો.

આ પણ વાંચો: વિરાટે તોડ્યો જયસુર્યાનો રેકોર્ડ! હવે પોન્ટિંગનો વારો, જાણો સચિનથી 3 ડગલાં દૂર છે કોહલી

સૂર્યકુમાર યાદવ માટે મહત્વની હતી મેચ

આ વર્લ્ડ કપ મેચ સૂર્યકુમાર યાદવ માટે ઘણી મહત્વની હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની બાદબાકી બાદ તેને ટીમમાં જગ્યા મળી છે. આ વર્ષે સ્કાયને ટીમ ઈન્ડિયા તરફથી ઘણી તકો મળી હતી. પરંતુ અત્યાર સુધી તેણે 15 મેચમાં માત્ર 2 અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. વર્લ્ડ કપ પહેલા સ્કાયએ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝમાં 50 અને 72 રનની ઇનિંગ રમી હતી.

વિરાટ કોહલીએ ફરીથી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી

પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 274 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રોહિત અને ગિલે કાઉન્ટર એક્શનમાં શાનદાર શરૂઆત કરી હતી. જે બાદ વિરાટ કોહલી ફરી જીતની જવાબદારી સંભાળતો જોવા મળ્યો હતો. છેલ્લી મેચમાં તેણે બાંગ્લાદેશ સામે સદી ફટકારીને મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ફરી એકવાર કોહલીએ ચેઝ માસ્ટરની સ્ટાઈલ બતાવી છે.

First published:

Tags: India vs new zealand, Suryakumar yadav, Virat Kohli, World Cup 2023

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW