પોતાની પત્ની સાથે સુવાનું પડ્યું ભારે! કોર્ટે ફટકારી 2 વર્ષની સજા

હકીકતમાં, પુરુષે જેની સાથે લગ્ન કર્યા છે તે તેની સગી દીકરી છે. હા, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. સામંથા એ વ્યક્તિની પત્ની અને પુત્રી બંને છે. મિરરના અહેવાલ મુજબ, બંનેએ કબૂલાત કરી છે કે તેમની વચ્ચે રોમાન્ટિક અને શારીરિક સંબંધો હતા. સામંથાએ પોલીસને જણાવ્યું કે 3 વર્ષ પહેલા તેણે તેની માતાને પૂછ્યું હતું કે તેના પિતા કોણ છે. તે તેના પિતાને મળવા માંગતી હતી. વારંવાર પૂછવા પર, માતાએ પિતાની ઓળખ જાહેર કરી અને કહ્યું કે તેના પિતા ફિલ્ડગ્રોવ છે.
આ પણ વાંચોઃ શું તમે જાણો છો સાપ વારંવાર જીભ કેમ કાઢે છે? 99 ટકા લોકોને નથી ખબર જવાબ
ડીએનએ ટેસ્ટમાં થયો ખુલાસો
ફિલ્ડગ્રોવ વિશે જાણ્યા પછી, સમંથા તેના પિતા સાથે 3 વર્ષ સુધી દીકરીની જેમ રહેતી હતી. ધીમે-ધીમે તેમની વચ્ચેના સંબંધો બદલાવા લાગ્યા અને તે શારીરિક સંબંધ બાંધવા સુધી પહોંચી ગયો. બંનેએ પોલીસને જણાવ્યું નથી કે પિતા-પુત્રીથી લઈને પતિ-પત્ની સુધીના સંબંધો કેવી રીતે આગળ વધ્યા. જો કે, તેણે ચોક્કસપણે સ્વીકાર્યું કે બંને વચ્ચે ઘણી નિકટતા હતી. બંનેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે આ વાત સામે આવી હતી. ડીએનએ ટેસ્ટમાં સત્ય બહાર આવ્યું કે બંને વચ્ચેનો સાચો સંબંધ પિતા અને પુત્રીનો હતો. પરંતુ તેણે હદ વટાવીને આ સંબંધનું માન તોડી નાખ્યું અને વ્યભિચાર કર્યો.
આ પણ વાંચોઃ આ તે કેવી સ્કૂલ? બાળકોનું પ્રેશર વધારે થઈ જાય, તો ટીચર મોકલી દે છે સિગારેટ ફૂંકવા…
કોર્ટે ફટકારી 2 વર્ષની સજા
ફિલ્ડગ્રોવ અને સામંથા બંનેએ સ્વીકાર્યું કે તેઓએ વ્યભિચાર કર્યો હતો અને પિતા-પુત્રીના પવિત્ર સંબંધનો અનાદર કર્યો હતો. બંનેનો બચાવ કરતા એટર્ની જેફ લોફ્લરે જણાવ્યું હતું કે ફિલ્ડગ્રોવ ખૂબ જ શરમ અનુભવે છે અને ફરી ક્યારેય આવું કંઈ કરશે નહીં. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, કર્શનરે પોલીસને એમ પણ કહ્યું હતું કે તેની સાવકી બહેન સાથે આ વાતને લઈને કોમ્પિટીશન હતું કે પિતાની સાથે સૌથી પહેલા કોણ સુવા જશે. પોતાની દીકરીની સાથે સુવાના ગુનામાં ફીલ્ડગ્રોવને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Crime, Husban-wife